________________
-
ગાથા-૦૦
ઉપોદ્દાત : આ આખી ગાથા પ્રતિપક્ષી ભાવે કહીએ તો અનાધિકાર ચેષ્ટા જેવી છે. ઈશ્વર વિષે અભિપ્રાય આપવો તે નાની સૂની વાત નથી. જો કે ભારતના આઠ દર્શનો બહુધા અનીશ્વરવાદી છે, છતાં ઈશ્વરવાદનું ઘણું જ પ્રાબલ્ય છે. વેદ પછીના બધા ગ્રંથોમાં અને ભક્તિયોગના ઉદય પછી ઈશ્વરવાદ એ ભારતીય સંસ્કૃતિનું આધારભૂત જીવન બની ગયું છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. કર્તા-હર્તા ઈશ્વર છે. ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ નહીં પણ ભારતથી બહારના દેશોમાં જે સંપ્રદાય છે, તેમાં પણ ઈશ્વરવાદ સોળ કળાએ ખીલ્યો છે. આવા પ્રચંડ ઈશ્વરવાદને પડકારવો કે તેના પર ટિપ્પણી કરવી, તે બહુ જ ઊંચા અધિકારની વાત છે. માટે આ ગાથાને આપણે ધરાતલથી તપાસશું.
ગાથામાં ઈશ્વરદોષ પ્રભાવ ઈત્યાદિ ભાવો છે, જેનો વિશેષ અર્થ સમજવાની જરૂર છે. ઈશ્વર પર દોષ ન લગાડવો તેવો પણ ઈશ્વરદોષનો પ્રભાવ છે. જેનું વિશ્લેષણ કરશું. અસ્તુ... - હવે ગાથાના મૂળમાં જ પ્રવેશ કરીએ.
કિત ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુધ્ધ હવભાવઆ
અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ II ૦ - કર્તા ઈશ્વર કોઈ નહીં ? અહીં ઈશ્વરકર્તૃત્વનો નિષેધ કરવામાં આવ્યો છે પરંતુ ખૂબીની વાત એ છે કે જીવને કર્તા માનવામાં આવ્યો છે. તો જીવ શું ઈશ્વરથી નિરાળો છે? આત્મામાં પરમાત્મા છે, એ જૈનદર્શન અને સામાન્ય ભક્તિયોગી દર્શનનો અભિપ્રાય છે. ઈશ્વર અને જીવને છૂટા પાડી શકાય તેમ નથી કારણકે જીવ એ જ્ઞાનયુક્ત તત્ત્વ છે. જ્યારે ઈશ્વર એ મહાજ્ઞાનયુક્ત તત્ત્વ છે. જૈનશાસ્ત્રોમાં તીર્થકરોને પણ વારંવાર ભગવાન કહ્યા છે. વળી આત્મસિધ્ધિશાસ્ત્ર પણ જીવાત્માને છોડીને બધા દ્રવ્યોને જડ માને છે, તો શું ઈશ્વર જડ કોટિમાં આવે છે ? તે સંભવ નથી. ઈશ્વરનો અર્થ જ છે કે મહાચેતન્યયુક્ત તત્ત્વ..
અહીં ઈશ્વરનો કર્તા તરીકે જે પ્રતિકાર કર્યો છે, તે સાધારણ રીતે ઉત્તરકાળમાં આચાર્યોએ અનીશ્વરવાદનો જે પ્રચાર કર્યો છે, તેના આધારે છે પરંતુ તર્કદ્રષ્ટિએ જો પ્રશ્ન કરવામાં આવે તો ઈશ્વર કર્તા નથી' એમ કહેવામાં ઈશ્વરનો સ્વીકાર કરી લેવામાં આવે છે. જેના કાર્યનો પ્રતિકાર થાય છે, તે વિશ્વમાં છે, તેવું તર્કથી સિદ્ધ થઈ જાય છે જો વ્યક્તિ હોય કે ઈશ્વર હોય, તો તે કર્તા નથી તેમ કહેવું પડે છે. આ રીતે સહજભાવે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. કલાકારે સરખું કામ કર્યું નથી, તેમ કહેવામાં કલાકારના અસ્તિત્વનો પ્રતિબોધ થાય છે. ઈશ્વર કર્તા નથી. તેમ કહેવાથી ઈશ્વર છે તે સિદ્ધ થાય છે....અસ્તુ.
આ તર્કના આધારે શાસ્ત્રકાર જાણે કે અજાણે ઈશ્વરના અસ્તિત્વનો બોધ કરાવી ગયા છે. જીવ અને ઈશ્વર એક જ છે તો જીવની દ્રષ્ટિએ ઈશ્વર કર્તા બને છે પરંતુ સામાન્ય દૃષ્ટિ
(૨૬૧).