________________
પ્રતિબોધ કરવાનું જાણે ભૂલી ગયા હોય, તે રીતે વ્યવહારદશાનું જ વર્ણન કરતાં હોય છે પરંતુ આપણા સિધ્ધિકાર જાગૃત આત્મા છે. વ્યવહારદશાનો બોધ કરાવવાની સાથે સાથે જીવની મૂળભૂત સ્થિતિ શું છે? તે પણ પ્રગટ કરી રહ્યા છે. વ્યવહારદશા તે વર્તમાન હકીકત છે. જ્યારે શુદ્ધ દશા તે સૈકાલિક છે. તે સૈકાલિક અવસ્થાને જ પરમાર્થ કહેવામાં આવે છે, તેથી શાસ્ત્રકાર તુરંત જ બોલી ઊઠયા છે કે ભાઈ ! અમે વ્યવહારદશાનું વર્ણન કર્યું છે અને વ્યવહારમાં તે અસંગ નથી તેમ કહ્યું છે પરંતુ આ સાપેક્ષભાવ છે. નિશ્ચયથી તો આત્મા અસંગ છે. પરમાર્થથી શુધ્ધ સ્વરૂપ છે. અને આ પરમાર્થને પ્રાપ્ત કરવા માટે જ અમે સસંગભાવની સ્થાપના કરી છે. સંસંગભાવમાં રહેવા માટે સસંગનું વર્ણન કર્યું નથી પરંતુ સસંગભાવમાંથી છૂટીને પરમાર્થ રૂપ જે અસંગભાવ છે, તે અસંગભાવને પ્રાપ્ત થવું, તે જ લક્ષ છે તેથી ત્રીજા પદમાં શાસ્ત્રકારે “અસંગ છે પરમાર્થથી એમ કહીને લક્ષવેધ કર્યો છે. ઉપનિષદોમાં પણ કહ્યું છે કે જો લક્ષવેધ ન થાય અર્થાત્ લક્ષને નિશાન ન માને, તો બાકી બધા પ્રયત્નો વ્યર્થ છે. લક્ષવેધ એ જ ધ્યાનનું કેન્દ્ર છે.. આ વૃષ્ટિએ આ ગાથા જીવના અશુદ્ધ લક્ષણોની સાથે શુદ્ધ લક્ષણોનું પણ આખ્યાન કરે છે. અહીં સાધન અને સાધ્યનો બોધ એક જ ગાથામાં સમાવિષ્ટ કર્યો છે. આગળ ચાલીને કહે છે કે આ અસંગપણું એ આત્માનું ભાન થયા પછી અર્થાત્ આત્માનું સ્વરૂપ જાણ્યા પછી પ્રગટ થાય છે. ચોથા પદમાં કહે છે કે “પણ નિજ ભાને તેમ”.
પણ નિજ ભાવે તેમ : નિજભાનનો અર્થ સ્વરૂપનું ભાન, પોતાનું ભાન, સ્વયં કોણ છે, તેનું જ્ઞાન. દેહ અને ઈન્દ્રિયથી છૂટા પડેલા દેહના અધિષ્ઠાનરૂપ ત્રિકાળવર્તી ચેતનદ્રવ્યનું ભાન, તેને નિજભાન કહીને અહીં ટૂંકમાં પદને આટોપી લેવામાં આવ્યું છે. પણ શબ્દ શરતવાચી છે. સરળ વાક્ય આ રીતે લખી શકાય. “પરમાર્થથી આત્મા અસંગ છે પણ તે ત્યારે જ જાણી શકાય,
જ્યારે જીવને પોતાનું ભાન થયું હોય. ત્રીજું અને ચોથું પદ ઉપર્યુક્ત ભાવોને વ્યક્ત કરે છે. જો કે આ ચોથા પદમાં નિજને જ્ઞય માન્યો છે અને ભાન તે જ્ઞાનાત્મક કર્મ છે. તેનો દ્રષ્ટા સ્વયં આત્મા છે અર્થાત્ આત્મા જ્ઞાનથી સ્વયં પોતાને જુએ છે. જેમ વ્યક્તિ દર્પણમાં સ્વયં પોતાને જુએ છે. આ વિષયમાં આપણે પૂર્વમાં ઘણું કહી ગયા છીએ. અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે નિજભાન એટલે નિજનું, આત્માનું, જીવનું અથવા જે અધિષ્ઠાન છે, તેનું ભાન થવું એટલે જ્ઞાન થવું, જાણવું, તેને નિજ ભાન કહે છે. ભાન શબ્દ ફક્ત જ્ઞાન પૂરતો સીમિત નથી પરંતુ તેમાં શ્રધ્ધાનો સમાવેશ છે. જેથી શાસ્ત્રકારે અહીં નિજજ્ઞાન ન કહેતાં નિજ ભાન એમ કહ્યું છે. જે જ્ઞાનમાં શ્રધ્ધાનો સંપૂટ હોય તેને ભાન કહેવામાં આવે છે. કોઈ એમ કહે કે હું જાણતો હતો પણ મને ભાન ન હતું. તો આનો અર્થ એ થાય છે કે જાણપણું હતું પણ વિશ્વાસ બેઠો ન હતો. વિશ્વાસ બેસે એટલે જ્ઞાનમાંથી ભાન થાય છે. ભાન શબ્દ સાર્વભૌમ સત્તાનો સ્વીકાર કરાવે છે. બધી રીતે ઓળખવું તે ભાન છે. સહેજે જાણવું તે જ્ઞાન છે. આ રીતે ભાન શબ્દ તે વ્યાપક અર્થમાં સમ્બોધિત કરાવનાર અર્થ છે. માટે સિદ્ધિકારે નિજ ભાન' એવો શબ્દ મૂકયો છે.
આત્મા છે એટલું કહેવાથી પતી જતું નથી. આત્મા છે એટલું જાણવાથી આત્માની સાર્વભૌમ સત્તાનું જ્ઞાન થતું નથી. પદાર્થનું જ્ઞાન થયા પછી તેની ગુણધર્મિતાનો વિચાર કરવો, ગુણધર્મિતાને
\\\\\\\\\\\\(૨૫) NALAUNNNNNN