________________
SSSSSSSSSS
શબ્દ પ્રેમભાવની ઊર્મિને વ્યક્ત કરે છે. પિતા જેમ પુત્રને કહે છે કે તને કેમ સમજાતું નથી? તો ત્યાં પિતૃભાવનો સ્નેહપાત્ર પુત્ર છે અને તે સ્નેહભાવે પણ તુંકારો આવે છે. આપણા કૃપાળુ ગુરુદેવ કૃપાથી ભરપૂર છે, તેમણે પણ સ્નેહ ઊર્મિથી તુંકારો કહીને જીવને જાગૃત કર્યા હોય તેવું અનુમાન કરવામાં જરાપણ સંકોચ કરવાની જરૂર નથી. ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે કવિરાજે “તને' શબ્દ દ્વારા જાગૃતિના સ્કૂરણ માટે પડકારરૂપે પોકાર કર્યો છે.. અસ્તુ.
આ જ રીતે ગાથામાં “ભાસત’ શબ્દ છે. ભાસત એટલે દેખવું, જોવું, જાણવું, સમજવું અને આત્મજ્ઞાન કરવું, તે બધા ભાવોનો પ્રતિબોધક શબ્દ છે. જૈનદર્શનની શ્રેણી કહો કે વિશ્વના કોઈપણ દર્શન કહો, બધા શાસ્ત્રો જ્ઞાનની પૂર્વમાં સામાન્યરૂપ દર્શન થાય છે, તે દર્શનનો સ્વીકાર કરે છે અર્થાત્ દર્શન વિના જ્ઞાન થતું નથી. ફૂલની પાંખડી ઉઘડે નહિ, ત્યાં સુધી તેની સુગંધ ફેલાતી નથી. તે રીતે દર્શન છે, તે જ્ઞાનની એક પ્રાથમિક ક્રિયા છે અને આ ક્રિયાને પ્રદર્શિત કરવા માટે ભાસ, ભાસવું, ઈત્યાદિ શબ્દનો પ્રયોગ થાય છે. તેને વિશેષ પ્રગટ કરવા માટે આભાસ, પ્રતિભાસ એવા શબ્દો પણ છે. આવું દર્શન ફક્ત આંખથી કે કોઈ એક જ ઈન્દ્રિયથી થાય છે, એવું નથી. જ્ઞાનનાં જે કાંઈ ઉપકરણો છે, અંતઃકરણથી લઈને સ્કૂલ ઈન્દ્રિયો અને મન સુધીનાં જે સાધનો છે, તે સાધનો દ્વારા પ્રથમ ક્ષણે જે બોધ થાય તે બોધ ભાસ્યમાન સ્થિતિમાં આવે છે. અહીં આપણા સિધ્ધિકારે બહુ સમજીને “ભાસત’ શબ્દ મૂક્યો છે અને કહે છે કે આવું સામાન્ય જ્ઞાન પણ તને કેમ પ્રગટ થતું નથી ? આત્મા જો અસંગ હોત, તો તારા સામાન્ય જ્ઞાનનો વિષય કેમ ન બની જાત ? પરંતુ તારા એટલે કે જીવના વર્તમાનકાળના જે ઉપકરણો છે તે અસંગ આત્માને જોઈ શકતા નથી. તેને પ્રત્યક્ષ કરી શકતા નથી, માટે કહે છે કે “કેવળ હોત અસંગ તો ભારત તને ન કેમ ?” એવો આ પદોનો ભાવ સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન પૂછવાનો સાર એ છે કે સાધારણ મનુષ્ય જીવની વ્યવહારદશાનું અવલોકન કર્યા વિના કે તેનો સ્વીકાર કર્યા વિના કેવળ પરમાર્થની વાત કરે, તો તે ઘણી અસ્થાને છે. વ્યવહારદશાનું નિરીક્ષણ કર્યા પછી જ પોતાની સ્થિતિ શું છે, એ જાણ્યા પછી જ જો નિશ્ચયનું જ્ઞાન કરે, તો નિશ્ચયનયના જ્ઞાનના આધારે આ વ્યાવહારિકદશાને છોડવા માટેનો પ્રયત્ન થાય પરંતુ વ્યાવહારિક દશાનો સ્વીકાર કર્યા વિના ફક્ત શુદ્ધાત્માની વાત કરી, તે અટકી જાય, તો કર્મથી વિમુખ થવું, તો દૂર રહ્યું પરંતુ બેખટકે તે વિષયમાં રમતો જ રહી જાય. આ વસ્તુને લક્ષમાં રાખીને જ જીવને અસંગપણું દેખાતું નથી અને સસંગપણાનો નિર્ણય કરતો નથી તો તે જીવ “સંશયાત્મા વિનશ્યતિ જેવી સ્થિતિમાં રહી જાય છે. આ સ્થિતિથી મુક્ત થવા માટે શાસ્ત્રકારે ચેતના આપીને તર્ક પ્રગટ કર્યો છે કે જીવ સર્વથા જો અસંગ હોય, શુધ્ધ હોય કે નિરાળો હોય, તો જીવને પ્રત્યક્ષ થવો જોઈએ. પ્રત્યક્ષ થતો નથી અર્થાત્ તે સંગથી મુક્ત નથી. તે કર્મનો કર્યા છે તેમ માનવું રહ્યું.
અસંગ છે પરમાર્થથી : ટૂંકમાં પ્રથમ બે પદ જીવની વ્યવહારદશાનું સ્પષ્ટપણે ભાન કરાવે છે પરંતુ શાસ્ત્રકાર સ્વયં શંકિત છે કે વ્યવહારદશાનું ભાન કરાવતાં શુદ્ધદશાનો પ્રતિબોધ ઢંકાઈ ન જાય, તેમ જ શુધ્ધદશાનું અવલોકન અટકી ન જાય. જેમ સામાન્ય રીતે જીવ અશુધ્ધ છે, કર્મયુક્ત છે, કષાયયુક્ત છે અને વિષયમાં રક્ત છે. એમ કહેનારા ઉપદેશકો શુધ્ધ આત્માનો પkshL\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૨૫૮) \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\