________________
ગાથા-૭૫
ઉપોદ્દાત : પાછળની ગાથામાં અર્થાત્ જડ કર્મ કરી શકતું નથી, તે વાતનો ઉલ્લેખ કર્યા પછી સિદ્ધિકાર આ ગાથામાં પુનઃ તે હકીકતને વધારે સ્પષ્ટ કરે છે અને સૈદ્ધાંતિક રીતે ફરીથી તે ભાવોને ઉજાગર કરે છે. ગાથામાં ચેતનની જો કોઈ ક્રિયા ન હોય અર્થાત્ ચેતન ક્રિયાહીન હોય અથવા નિષ્ક્રિય હોય, તો ક્રિયાના અભાવે તે કર્તા પણ થતો નથી. બીજમાં જો ક્રિયા ન હોય, તો ફક્ત પાણીનું સિંચન કરવાથી તે અંકુરિત થતાં નથી. કાંકરાને પાણીમાં ડૂબાવીને રાખે અથવા તેના ઉપર પાણીનું સિંચન કરે, તો કાંકરા અંકુરિત થતા નથી કારણ કે તે ક્રિયાવન્ત નથી. બીજમાં ક્રિયા થાય છે, તેથી અંકુર ફૂટે છે. ચેતનની ક્રિયાને વૃષ્ટિગત રાખીને તેમાં કર્મરૂપી અંકુરો કેવી રીતે ફૂટે છે અને જો ક્રિયા ન હોય તો અંકુર ન ફૂટે તે વાતને આધાર માની આ ગાથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પૂર્વમાં સ્થાપેલો સિદ્ધાંત દૃઢતા સાથે અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. ચાલો હવે આપણે સિદ્ધિકારની આ અભિવ્યક્તિનો રસાસ્વાદ કરીએ.
ચેતનાનકથીરાનગી બની તો કર્મનું
તેથી સહજ સવભાવ નહિ, તેમજ નહિUવધમiloષા ગાથાના આરંભમાં ચેતનરૂપી પાયાનો પત્થર પ્રદર્શિત કર્યો છે. ચેતન શું છે? તેની ઘણી વ્યાખ્યા આપણે કરી ગયા છીએ. છતાં ટૂંકમાં એટલું જ કહેશું કે જેમાં ચેતના છે, તે ચેતન છે. પરંતુ અહીં યાદ રાખવાનું છે કે આ ચેતના બે પ્રકારની છે.
(૧) જ્ઞાનચેતના અને (૨) કર્મચેતના. અહીં ચેતન સાથે જે ક્રિયાનો સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે, તે કર્મચેતનાના આધારે છે. જ્ઞાનચેતના તે ક્રિયાત્મક નથી. અર્થાત્ જ્ઞાનચેતનાની કોઈ ક્રિયા નથી. જો જ્ઞાનચેતના પણ ક્રિયાત્મક હોય, તો તે ફક્ત જ્ઞાનની જે ક્રિયા કરે છે. સ્વયં જ્ઞાન જ્ઞાનરૂપે રૂપાંતર કરે છે. તે જ્ઞાનની ક્રિયા કરે છે અર્થાત્ જ્ઞાનચેતનામાં બીજી કોઈ ક્રિયા નથી. જ્યારે કર્મચેતના, તે ક્રિયાત્મક છે. તેમાં કાંઈક કરવાની શક્તિ છે. તે જે કરે છે તે કર્મ છે પરંતુ આ કર્મચેતના તે ચેતનની વ્યાવહારિક દશા છે. - જો ચેતન કરતું નથી કે આ ગાથાના આરંભમાં કહ્યું છે કે જો ચેતન કરતું નથી. અર્થાત્ ચેતન જો ક્રિયારૂપ નથી અર્થાત્ તેમાં ક્રિયા થતી નથી તો કર્મ પણ થતું નથી. અહીં જે ક્રિયાનો સદ્ભાવ સ્થાપિત કરવા માંગે છે અને “જો ચેતન કરતું નથી' એમ “જો' કહીને ચેતન ક્રિયા કરે છે, તેવો અહીં ઉલ્લેખ કર્યો છે, તે વ્યવહારદશાયુક્ત ચેતનને પ્રદર્શિત કર્યો છે. આ ચેતન જો ક્રિયા ન કરે, તો કર્મરૂપ પરિણામ ન આવે. બીજ ન વાવે, તો ખેતી ન થાય. મનુષ્ય ચાલે નહીં, તો ગંતવ્ય સ્થાને ન પહોંચી શકે, ચક્કી ચાલે નહીં, તો દાણાં ન પીસાય. તલ ન પીંસાય, તો તેલ ન નીકળે. જેમ આ બધા પદાર્થોમાં ક્રિયા ફળને ઉત્પન્ન કરે છે, ક્રિયા પરિણામની જનક બને છે. તે જ રીતે શાસ્ત્રકાર અહીં કહે છે કે ચેતનમાં જો ક્રિયા ન હોય, તો કર્મરૂપ પરિણામ ન આવે. અર્થાત્ કર્મનો જન્મ ન થાય.
ܠܠܠܠܥ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSS(૨૪૭) SSSSSS