________________
બની જાય છે.
જુઓ વિચારી ધર્મ' એમ કહીને સિદ્ધિકારે સમ્યગ્દર્શનનો નિર્ણય કરવાની વાત કરી છે. આ જડ-ચેતનનું પ્રકરણ બંનેને પરસ્પર થતાં અસ્વાભાવિક સંયોગ, ત્યારબાદ જ્ઞાનના આધારે થતાં સ્વાભાવિક વિયોગ અથવા વિયક્તિભાવ, સાચું કહો તો મુક્તિભાવ, તે સમગ્ર સાધનાનો આધાર
આ ગાથામાં પણ કવિરાજ જડ-ચેતનની વાત કરીને, જીવની પ્રેરણાનો ઉલ્લેખ કરીને સ્વભાવનો નિર્ણય કરવા માટે સ્વયં પણ એક પ્રેરણા આપી રહ્યા છે. ચેતનની પ્રેરણા સિધ્ધ કરવા માટે સ્વયં પાઠકને વિચારવાની પ્રેરણા આપી રહ્યા છે. પ્રેરણા એ ચેતનનું કે જીવનું મૂર્તરૂપ છે.
જ્યાં જીવ છે, ત્યાં પ્રેરણા છે અને પ્રેરણા છે ત્યાં જીવ છે. જેમાં પ્રેરણા નથી તે જીવ નથી અને જે જીવ નથી, તેમાં પ્રેરણા નથી. આમ સચોટ રીતે વિધિ-નિષેધનો ઉલ્લેખ કરી શાસ્ત્રકારે ચેતનના સ્વભાવની સ્થાપના કરી છે. અને ચેતનને પ્રેરણાનું અધિકરણ માની પ્રેરણાના આધારે તે કર્મ કરે છે. તે રીતે કર્મલીલાનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ઉપર્યુક્ત ગાથાનો ઉપસંહાર કરીશું.
ઉપસંહાર : આ આખી ગાથા જ અધ્યાત્મભાવોથી ભરેલી છે. એટલે અધ્યાત્મ સંપૂટ અલગ લખવાની વ્યવસ્થા રહી નથી. પાછળમાં જે શંકાઓ પ્રગટ કરવામાં આવી હતી, તેના પ્રત્યુત્તર રૂપે આ ગાથાનો શુભારંભ થયો છે અને જીવ અથવા ચેતન વ્યવહારદશામાં કર્મનો કર્તા જો સાબિત થાય, તો જ પુણ્ય પાપનો વિચાર કરવાની જરૂર રહે અને મુક્ત થવાની સાધના જરૂરી બને. ગાથામાં તે હકીકતને સિદ્ધ કરીને બધા નિર્ણયો કરવાની પ્રેરણા આપી છે.
\\\\\\\\\\\\\\\\\\\\\(૨૪૬
૪)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\SSSSSSSSSSSSSSSSSSSSSSSS