________________
འདང་《ད《་སྐད་ ગાથા-૦૨
ઉપોદ્ઘાત : જીવ કર્મનો કર્તા નથી, તે પાપ પુણ્યનો અધિષ્ઠાતા પણ નથી, જીવ કોઈ પણ કર્મ કરી શકે તેવી જીવની સ્થિતિ પણ નથી, આવી ઘોષણા ઉપર શંકાકાર પુનઃ પોતાની માન્યતાને મજબૂત કરવા માંગે છે. એક રીતે કહો કે સિદ્વિકારે સ્વયં ૪૩ મી ગાથામાં 'છે કર્તા નિજ કર્મ' એમ કહ્યું છે, તે વાતનું અહીં આ મતવાદી ખંડન કરે છે અને શંકા દ્વારા અભિવ્યકિત કરે છે કે જીવને કોઈ સંગ લાગતો નથી, તેથી તે કર્મ કરી શકતો નથી. કર્મ કરનારી બીજી કોઈ પ્રકૃતિ હોવી જોઈએ અને જો પ્રકૃતિ કર્મની અધિષ્ઠાતા ન હોય તો સ્વયં ઈશ્વર આ બધા કર્મ કરે છે અથવા કરાવે છે, તેમ માનવું રહ્યું. જેમ પાણીમાં નાંખેલો પત્થર પાણીથી નિરાળો છે. પાણીમાં ઓગળી જતો નથી અને પાણીમાં કાંઈ હલન-ચલન કરતો નથી, તેમ આ જીવ સદાને માટે અબંધ છે. તેને કર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. જીવ છે પણ તે અબંધ છે, તે કર્મ કરતો નથી. પાપ-પુણ્ય પણ થતાં નથી, તેથી સાધનાની શ્રેણીની કોઈ આવશ્યકતા નથી. આ રીતે પુનઃ ૭રમી ગાથામાં શંકાકાર શંકાની બુલંદી પ્રગટ કરે છે. ચાલો, હવે આપણે શંકાના ધરાતલને તપાસીએ.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ । અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ II ૦૨ ॥
અસંગભાવ : હકીકતમાં ભારતીય સંસ્કૃતિમાં અસંગભાવ તે સાધનાનું મોટું અંગ છે. સંગનો અર્થ સંકિત અથવા આસિત થાય છે. આમ તો સ્પર્શ માત્ર પણ સંગ ગણાય છે પરંતુ સ્પર્શને સંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બધા દ્રવ્યો પરસ્પર સ્પર્શ ભાવે ગોઠવાયેલા છે. બધા સ્પર્શોને ટાળી શકાય તેવી કોઈ સ્થિતિ પણ નથી પરંતુ સ્પર્શ પછી તેમાં જીવની અસિતનો ભાવ ઉત્પન્ન થાય છે. આ આસિતભાવ તે ફકત જીવની ક્રિયા છે. જડ પદાર્થો પરસ્પર સ્પર્શ પામે છે છતાં તેમાં કોઈ આસિત થતી નથી અને જડ પદાર્થોમાં આસિકત થવાનું કોઈ કારણ પણ નથી પરંતુ જીવને જયારે જડ પદાર્થોનો સંયોગ થાય છે, ત્યારે તે જીવ સંયોગમાં આકિત કરે છે. મોહાત્મક દર્શનથી રાજી થાય, તે દર્શનાત્મક આસકિત છે. તેને સંગ્રહિત કરી ભેગું કરી રાખી મૂકવાની આસિકત થાય, તે સંગ્રહાત્મક આસકિત છે. તેમાં ભોગ–ઉપભોગની પ્રવૃતિ શરૂ કરે, તે બધી ભોગાત્મક આસિંકેત છે.
આ બધી આસકિતને શાસ્ત્રકારે સંગ કહીને વ્યકત કરી છે. સંગ શબ્દ મોહનીયકર્મની પરિણતિનો પરિવાચક છે પરંતુ જ્યારે જ્ઞાનદશા પ્રગટ થાય, ત્યારે જીવ પડખું ફેરવે છે અને સંગમાંથી અસંગ તરફ જવાની સાધના શરૂ કરે છે. આસિકતમાંથી વિરકિત તરફ જાય છે, સંગ્રહમાંથી અપરિગ્રહ તરફ જાય છે અને ભોગોમાંથી ત્યાગ તરફ જાય છે. આમ સંગની સમુચી ક્રિયા અસંગભાવે પરિણત થવા લાગે છે. આ રીતે અસંગ શબ્દ ભારતીય સાધનાનું એક મુખ્ય અંગ માનવામાં આવ્યું છે. આ થઈ સંગ શબ્દની વ્યાખ્યા પરંતુ અસંગ શબ્દનો અર્થ એવો નથી કે જીવાત્મા મૂળથી જ સ્વયં અસંગ છે અને તેને સંગનો લેપ લાગ્યો જ નથી. તે તો દર્પણના કાચ