________________
અર્થ અને અનર્થ, ન્યાય અને અન્યાય, સત્ય અને અસત્ય, એ બધુ મિશ્રિત થઈને ધર્મના ઉદરમાં સમાઈ જતું હતું.
આગળ ચાલીને યોગની પ્રક્રિયાઓ આધ્યાત્મિક સાધનાઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના જ્ઞાનાત્મક સિદ્ધાંતો પણ ધર્મના નામે વિકાસ પામ્યા છે. આમ “ધર્મ' શબ્દ અનેક અર્થમાં પ્રયુકત થતો રહયો છે. દર્શનશાસ્ત્રમાં ધર્મનો પ્રવેશ થયા પછી ધર્મનો અર્થ સ્વભાવ બની ગયો છે. જૈનશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 'વત્યુ સદાવો ઘમ્મો જે વસ્તુનો જે સ્વભાવ છે, તે તેનો ધર્મ છે. જેમ કે ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે. શીતળતા પાણીનો ધર્મ છે. આ રીતે દ્રવ્યમાં રહેલા પ્રકૃતિગત જે ગુણો હતા તેને પણ દ્રવ્યના ધર્મ તરીકે સંબોધ્યા છે. બાકીના જે કાંઈ દાન, શીલ, આદિ વ્યવહારિક ગુણો છે, તે પણ દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને યોગધર્મ કહેવાય છે. આ રીતે ધર્મની વ્યાખ્યા વિશાળ થઈ ગઈ છે. આ ગાથામાં કવિરાજ 'કર્મ જીવનો ધર્મ' એમ કહીને ધર્મ નો દાર્શનિક અર્થ કર્યો છે અને સ્વભાવ રૂપે ધર્મ' શબ્દ ગ્રહણ કર્યો છે. તર્ક દ્રષ્ટિએ લાગે છે કે સ્વભાવ અને ધર્મ પરસ્પર તાદાભ્ય ભાવે રહેલા છે. હવે આપણે આ ગાથાનું પરિસમાપન કરીશું. જો કે શંકાકારની આ ગાથા છે. એટલે તેમાં આધ્યાત્મિક સંપૂટ સીધી રીતે જોઈ શકાય તેમ નથી પરંતુ હકીકતમાં આ બધી ચિંતનયુકત શંકાઓ આધ્યાત્મિકભાવોને ઉજાગર કરે છે, તેથી સંક્ષેપમાં જ આ સંપૂટનો ઉલ્લેખ કરશું.
આધ્યાત્મિક સંપૂટ : અહીં છેલ્લા પદમાં કર્મ જીવનો ધર્મ' એવી જે શંકા કરી છે, તેમાં જીવ કર્મનો કર્તા નથી, તે પ્રમાણે કહ્યું છે, હકીકતમાં જીવ વિભાવદશામાં જ કર્મનો કર્યા છે, તેની સ્વભાવદશામાં કર્મનો કર્તા નથી અર્થાત્ કર્મ તે જીવનો ધર્મ નથી, તેમ તેનો નિત્ય સ્વભાવ પણ નથી. વિભાવદશા શાંત થતાં કર્મ નિરાળા થાય છે. જીવનો ધર્મ તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનાત્મક પરિણતિ છે. જો કર્મને જીવનો ધર્મ માને, તો શુદ્ધ આત્માનું અસ્તિત્વ જ મટી જાય, આત્મસાધનાનું કોઈ પણ પ્રયોજન ન રહે, માટે કર્મ એ જીવનો ધર્મ થઈ શકે નહીં. પરોક્ષભાવે અહીં કર્મને જીવનો ધર્મ ન માનીને વિભાવદશાથી મુકત થવાની પ્રેરણા આપી છે અને શંકાકારની શંકાને નિરસ્ત કરવા લાયક માની છે.
ઉપસંહાર : ગાથામાં ચાર પાયા અન્ય દર્શનોની માન્યતાને ઉજાગર કરે છે અને ક્રમશઃ શુદ્ધ ચૈતનયમય આત્મસ્વરૂપને ઉજાગર કરે છે, જેથી ચારે પાયા શંકારૂપે પ્રસ્તુત કર્યા છે. જીવના અકર્તુત્વથી લઈને કર્તુત્વનો ટોપલો કર્મ પર આઢોડી અથવા પ્રકૃતિગત સમસ્ત ક્રિયાઓ સહજ ચાલી રહી છે, તેમ માનો અથવા જીવ અને કર્મ, પરસ્પર સદાને માટે જોડાયેલા છે, તેમ માનો પરંતુ આત્માને નિરાળો, અલગ, જ્ઞાન સ્વરૂપ માનવાની આવશ્યકતા નથી, તેવી પ્રબળ શંકાઓનો ઉદ્ભવ કરી વ્યકિતને ચિંતન કરવાની ફરજ પાડે છે.
ASSIS.................(૨૨૬)