________________
જૈનદર્શનમાં ગૌતમસ્વામી પૂછે છે હે પ્રભો ! આ વિશ્વની બધી ક્રિયાઓ કેવી રીતે થાય છે? પ્રભુ જવાબ આપે છે કે અહો ગૌતમ? ઘણી બધી ક્રિયાઓ વિગ્નસા એટલે સહજ સ્વભાવે થતી હોય છે, તે જ રીતે કેટલીક પ્રયોગથી અર્થાત્ યત્નથી થાય છે અને કેટલીક ક્રિયામાં મિશ્રભાવ છે. આ રીતે જૈનદર્શનમાં સહજ સ્વભાવનો પાયો નાંખવામાં આવ્યો છે અર્થાત્ સહજ સ્વભાવને માન્ય રાખ્યો છે.
સહજ સ્વભાવનો અર્થ છે, ઉપાદાનની યોગ્યતા પરિપકવ થતાં સ્વતઃ તે પરિવર્તન કરે છે. અર્થાત્ ઉપાદાન સ્વયં પોતે પોતાના રૂપે પર્યાય કરે છે. આ રીતે જે ક્રિયાઓ થાય છે તે બધી સહજ પરિણામી ક્રિયાઓ છે. કાચી કેરીનો રસ અંદરમાં થતાં સ્વતઃ પરિણમનથી જ મિષ્ટભાવે પરિણામ પામે છે. સહજ સ્વભાવ એક પ્રકારે વિશ્વનિયતાનું પદ ધરાવે છે. આઠ વર્ગણાઓ સહજ ભાવે તૈયાર થાય છે. આથી સમજી શકાય છે કે સહજ સ્વભાવ શું છે ?
પરંતુ અહીં શંકાકારના પક્ષમાં સહજ સ્વભાવ લાગુ પડતો નથી. શંકાકાર કહેવા માંગે છે કે કર્મનો પરિપાક, કર્મનો વિપાક કે કર્મબંધની ક્રિયા સ્વાભાવિક થતી રહે છે. તેમાં જીવને કાંઈ લેવા-દેવા નથી. જીવના અકર્તૃત્વ માટે શંકાકારે સહજ સ્વભાવનો તર્ક આપ્યો છે પરંતુ પુનઃ શંકાકાર સ્વયં આ શંકાને અપૂર્ણ માનતો હોય, તેમ વળી એક નવું સમાધાન આપે છે અને કહેવા માંગે છે કે માનો કે જીવ કર્મનો કર્યા છે, તો પણ તમારી મુકિત થશે નહીં કારણકે જીવ જો કર્મનો કર્તા હોય, તો કર્મ કરવાનો તેનો આદિકાળનો ધર્મ છે અર્થાત્ સ્વભાવ છે. સિદ્ધિકારે અહીં ‘કર્મ જીવનો ધર્મ' એમ કહીને શંકાકારની ત્રીજી આવૃત્તિનું સમાપન કર્યું છે. જો જીવ પોતાના સ્વભાવ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરે, તો અનાદિ અનંતકાલ સુધી કર્મ કરતો જ રહે છે કારણ કે કર્મ જીવનો ધર્મ બની જાય છે. જેમ સુગંધ તે ફૂલનો ધર્મ છે, તો સુંગધને ફૂલથી છૂટી ન પાડી શકાય. ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે, તો અનાદિ અનંતકાળ સુધી અગ્નિ ઉષ્ણ બની જ છે. તેમ જ વસ્તુનો જે ધર્મ છે, તે નિરંતર તેની સાથે ટકી રહે છે. શંકાકારની ચારેય આવૃતિનું કોષ્ટક નીચે મુજબ છે.
(૧) જીવ કર્મનો કર્તા નથી. (ર) કર્મ જ કર્મનો કર્તા છે. (૩) કર્મ સહજ સ્વભાવે થાય છે. (૪) જો કર્મનો કર્તા જીવ છે તો કર્મ જીવનો ધર્મ બની જાય છે. આમ ત્રણ આવૃતિ પછી ચોથો તર્ક આપીને પાપ-પુણ્યની લીલા માટે કોઈ જવાબદાર નથી. બધુ પ્રકૃતિગત છે, એમ માની શંકાકાર નાસ્તિક ભાવનો પ્રાદુર્ભાવ કરે છે.
શંકાઓનો દર્શનિક દ્રષ્ટિકોણ : અહીં જે શંકા ઉત્પન્ન કરી છે, તે કોઈ સાધારણ વાતચીત રૂપે કરી નથી. તેમ જ શંકાને ખાતર શંકા કરી નથી. પરંતુ ભારતવર્ષમાં કે વિશ્વના ચિંતનક્ષેત્રમાં જે જે ભાવો પ્રવર્તમાન છે અને સિદ્ધાંત રૂપે તે ભાવોના ઘણા ઊંડા મૂળ પણ નાંખવામાં આવ્યા છે. આવા સિદ્ધાંતના આધારે વિકસિત થયેલા સંપ્રદાયો હિંસા આદિ કર્મથી વ્યાવૃત્ત થતાં નથી પરંતુ કલ્પિત સિદ્ધાંતોના આધારે ઘણા અનર્થકારી કર્મોને જન્મ આપે છે, માટે તેના મૂળમાં જે ચિંતન રહેલું છે, તે ચિંતનને કવિશ્રીએ થોડા શબ્દોમાં ઈશારા રૂપે અહીં સંગ્રહિત કર્યું છે અને સામાન્ય શંકા રૂપે વિપરીત દર્શનોને સ્થાન આપ્યું છે. તેમજ આપણને સમજવા માટે અવકાશ આપ્યો છે
LLLLLSL(૨૨૩) પUS