________________
બધી જગ્યાએ હાનિકારક છે. જયારે પુણ્ય તે મનુષ્યનું કર્તવ્ય પણ છે અને તે આ લોક અને પરલોક બંનેમાં સારું ફળ આપે છે. જે કોઈ ધર્મના ગ્રંથો, ધર્મના અનુષ્ઠાન છે, તેનો મુખ્ય આધાર કર્મ છે. કર્મના બે વિભાગ છે. પાપ અને પુણ્ય, પ્રત્યક્ષ રીતે પણ વ્યાખ્યા કરી શકાય તેવા તત્ત્વો છે. જૈનદર્શનના નવતત્ત્વમાં પુણ્ય-પાપને બે સ્વતંત્ર તત્ત્વ તરીકે સ્થાપિત કર્યા છે. બીજા દર્શન પણ પોતાની મતિ અનુસાર અને પ્રાચીન શાસ્ત્રોના આધારે પાપ પુણ્યના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. કહેવાનું તાત્પર્થ એ છે કે સમગ્ર ધર્મનો પાયો કર્મ પર આધારિત છે. પરલોક કે અદ્રશ્ય સૂક્ષ્મ તત્ત્વો જોઈ શકાય કે માની શકાય તેનું પ્રત્યક્ષ પ્રમાણ નથી, પરંતુ કર્મ તો પ્રત્યક્ષ ક્રિયા છે અને સાધારણ રીતે કર્મ જ જીવના સુખ દુઃખનો આધાર બને છે. ભારતવર્ષની ત્રણ ઉપાસનામાં જ્ઞાનયોગ, ભકિતયોગ અને કર્મયોગ, તે રીતે વિભાજન કરી કર્મને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જયારે જૈનદર્શનમાં તો કર્મ સબંધી અતિસૂક્ષ્મ છણાવટ કરી કર્મનું સાંગોપાગ દર્શન પ્રગટ કર્યું
જો આ કર્મનો કર્તા જીવ ન હોય તો આખી કર્મ ફિલોસોફી અથવા કર્મનું તત્ત્વદર્શન વ્યર્થ બની જાય છે અને જીવને કર્મનો કર્તા ન માનવો, તે નાસ્તિકવાદનો પાયો છે. અહીં શંકાકાર કહે છે કે “કર્તા જીવ ન કર્મનો
શંકાકારે જીવને અકર્તા કહ્યા પછી પણ સ્વયં કર્તુત્વનો પરિહાર કરતા નથી. જો જીવ કર્તા નથી, તો કર્મનો કર્તા કોણ છે? તેવો પ્રશ્ન પ્રત્યક્ષ રૂપે શંકાકારની સામે ઊભો થાય છે અને તેને જવાબ દેવાની પણ ફરજ પડે છે કે કર્મનો કર્તા કર્મ જ છે અર્થાત્ કર્મનો આધાર જીવ નથી પરંતુ સ્વયં કર્મ જ છે. દરિયામાં ઉછળતા મોજાનો આધાર મોજા પોતે જ છે. એક કર્મ બીજા કર્મને જન્મ આપે છે. આમ શંકાકાર કર્તુત્વનો કળશ કર્મ ઉપર ઢોળીને પોતાની વાત મજબૂત કરે છે પરંતુ જયારે તેમની સામે એ પ્રશ્ન આવે કે કર્મ પોતે કર્મ શા માટે કરે ? શું કર્મમાં બીજા કર્મ કરવાનું જ્ઞાન છે ? કર્મ શા માટે કર્મ રૂપે સંચાલિત થાય છે. ? શું પુત્રનું કારણ પુત્ર પોતે હોઈ શકે ? તે સંભવ નથી. તે રીતે કર્મ સ્વયં કર્મને કેવી રીતે જન્મ આપી શકે ? શું વૃક્ષના પાંદડા પોતાની મેળે હલવા માંડે છે ? કર્મનો કર્તા કર્મ કેવી રીતે છે ? હકીકતમાં શંકાકાર પોતે જ સ્પષ્ટ નથી અને સૈદ્ધાન્તિક પણ નથી. એટલે શંકાકાર મુંઝાઈને કહે છે કે કર્મનો કર્તા કર્મ ન હોય એમ માનીએ, તો કર્મનો સહજ સ્વભાવ છે, તેમ માનવું રહ્યું અર્થાત્ આ એક કર્મનો સ્વભાવ છે અને તેથી સ્વતઃ કર્મ થયા કરે છે.
શંકાકારના પક્ષમાં સિદ્ધિકારે સહજ શબ્દ વાપર્યો છે. સિદ્ધિકાર સ્વયં સહજ સ્વભાવ પર દ્રષ્ટિ રાખી વ્યકિતને રાગદ્વેષથી નિરાળા રહેવાની પ્રેરણા આપે છે. આમ સિદ્ધિકારે શંકાકારના પક્ષમાં પણ સહજ શબ્દ મૂકયો છે પરંતુ હકીકતમાં સહજ જે ક્રિયાઓ થાય છે, તેની એક મર્યાદા છે, કર્મના ક્ષેત્રમાં સહજ સ્વભાવ મૂકીને કર્મ સ્વતઃ થતા નથી, તેમ સિદ્ધ કરવા માટે આ શંકા ઊભી કરી છે.. અસ્તુ. કર્મ ભલે સહજ ભાવે ન થતાં હોય પરંતુ આપણે તટસ્થ રીતે થોડું વિચારી એ કે સહજ સ્વભાવ શું છે ?
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૨૨૨)\\\\\\\\\\\\\\\\\\