________________
દ્રવ્યદેહનો ત્યાગ કરે, તો પણ તે આત્મા રૂપે, જીવદ્રવ્ય રૂપે જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે, તેમાં તે પુનઃ આત્મા રૂપે પરિણામ પામે છે. બીજા કોઈ દ્રવ્યમાં ભળવાની શક્યતા નથી, માટે તપાસ કરતા એક જ તારવણી થાય છે કે ચેતન પણ અખંડ અવિનાશી શાશ્વત તત્ત્વ છે. તેનો વિલય થતો નથી અને તે બીજા કોઈ દ્રવ્યમાં ભળી શકતો નથી. આંગળીમાં પહેરેલી સોનાની વીંટી સોનામાં જ પરિણામ પામે છે. તે વીંટી આંગળી રૂપે બદલાતી નથી. સંયોગ સંબંધના કારણે વીંટી આંગળીમાં છે પણ શુદ્ધ તર્કદ્રષ્ટિએ અને અવિભાજય સંબંધે વીંટી આંગળીમાં નથી પણ સોનામાં જ છે. વીંટીનો નાશ થતો નથી, નાશ થાય તો પણ તે સોનામાં જ ભળે છે. આકાર રૂપે વીંટીનો નાશ થાય પણ સુવર્ણભાવે નાશ થતો નથી. તે જ રીતે ચેતનની પર્યાય બદલાતી હોય છે પરંતુ ચેતનનો નાશ થતો નથી. પર્યાયનો નાશ થાય તો પણ તે આત્મામાં જ ભળી જાય છે.
આ આખું પદ ઘણું જ અટપટું છે અને તેમાં ગૂઢ ભાવોનું કથન કરેલું છે. તેમાં કેટલાક ભાવો અધ્યાર્થ રહી ગયા છે. ફળમાં રહેલા રસની જેમ આ ગાથામાં ઘણો અર્થરસ ભરેલો છે. શબ્દ થોડા છે અને પ્રશ્નાત્મક પણ છે, તેથી ભાવ સમજવા માટે પૂરેપૂરી સાવધાનીની આવશ્યકતા છે. જો સરખી રીતે અર્થ બોધ કરવામાં ન આવે તો બુદ્ધિની પરીક્ષા થાય, તેવી રીતે ગાડી આડે પાટે ચડી જવાની સંભાવના છે. વિશ્વની જે સ્થૂળ અને સૂક્ષ્મ વ્યાપક કિયાશીલતા છે, વિશ્વનું જે નાટક થઈ રહ્યું છે અને તેમાં ચેતન નાશ પામ્યા વિના જે રીતે પર્યાયાત્મક ભાગ ભજવે છે, તેનું આ ગાથામાં વિલક્ષણ ભાવે ગૂંથન કર્યું છે.
છતાં પણ એટલું કહેવું ઘટે છે કે અમોએ તારવણી કરીને જે વિચાર પ્રગટ કર્યા છે તે ખરેખર સિદ્ધિકારને અનુકૂળ હશે કે કેમ ? અને આપણે સિદ્ધિકારના મૂળભૂત મંતવ્યને રજુ કરી શકયા છીએ કે કેમ ? તેવી બૌદ્ધિક શંકા બની રહે છે.
કેમાં ભળે તપાસ – આ ગાથામાં કેમાં ભળે' એ શબ્દ કેવા લક્ષ્યાર્થવાળો છે તે સમજવું કઠિન છે. ભળવાની વાત કરી છે, ત્યાં શાસ્ત્રકારનું શું મંતવ્ય છે તે પ્રગટ થતું નથી. પોતે નિશ્ચયરૂપે કહે છે કે ચેતન કોઈ પણ વસ્તુમાં ભળી શકતો નથી. વ્યવહારમાં ચેતન બીજા દ્રવ્યમાં
ભળી શકતો હોય તેવી કોઈ માન્યતા પણ અસ્તિત્વ ધરાવતી નથી. તો અહીં કેમાં ભળે ? એમ કહીને ચેતન કોઈ બીજા દ્રવ્યમાં લય પામે છે, તેવી કોઈ વિરોધી માન્યતાનો ઉલ્લેખ કર્યો હોય તેવું લાગે છે. વળી ભળવાની અથવા મળી જવાની અથવા એકમેક થઈ જવાની જે ક્રિયા છે, તે ઘણા પ્રકારની છે અને ઘણા સંબંધો ધરાવે છે. ભળ્યા પછી પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. ભળવું, તે લૌકિક દૃષ્ટિએ અને જ્ઞાનદ્રષ્ટિએ અલગ અલગ મીમાંસાને અવકાશ આપે છે, તેથી જ આ વાતને તપાસવા માટે “તપાસ’ શબ્દ કહીને ઊંડાઈથી વિચાર કરવાની પ્રેરણા આપી છે.
કેમાં ભળે' એ શબ્દની મીમાંસા કરતાં કે એનું અર્થઘટન કરતાં સ્વયં સિદ્ધિકારના મંતવ્યને જરા પણ અન્યાય તો થતો નથી ને? તેવો ભય બની રહે છે. ક્ષમા સાથે કહેવાનું કે યથાસંભવ વ્યવહારદ્રષ્ટિએ, દાર્શનિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક રીતે આ ગાથાનું યથાસંભવ અર્થઘટન કરવા માટે પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખરેખર અમારું અર્થઘટન ન્યાયયુકત હશે, તો
\\\\\\(૨૧૮)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\