________________
વસ્તુ શબ્દની સાર્થકતા – ગાથામાં વસ્તુશબ્દ દ્રવ્ય વાચક છે, જૈનદર્શનમાં જે પદાર્થોને દ્રવ્ય કહેવામાં આવે છે, તેને આ ગાથામાં “વસ્તુ' કહીને સંબોધન કરવામાં આવ્યું છે. દ્રવ્યની જગ્યાએ “વસ્તુ' શબ્દનું કથન શું સૂચવે છે ? શું વસ્તુ એ દ્રવ્ય કરતાં વધારે વ્યાપક છે ? અર્થાત દ્રવ્ય શબ્દની જે અર્થસીમા છે, તેના કરતાં શું વસ્તુની અર્થ સીમા વધારે વ્યાપક છે ? આપણે જરા “વસ્તુ' શબ્દની નાડી તપાસીએ. વ્યવહારમાં જે અસ્તિત્વ ધરાવે છે, તેને વસ્તુ કહેવાય છે. આકાર, નામ અને રૂપને લઈને વિશ્વમાં જે પદાર્થો પ્રગટ થાય છે, તેને લોકો વસ્તુ માનીને ગ્રહણ કરે છે. આમ તો ‘વસ્તુ' શબ્દ જડ પદાર્થો માટે વધારે વપરાય છે. જીવંત દેહધારી જીવને સામાન્ય રીતે વસ્તુ કહેવામાં આવતી નથી પરંતુ જે કોઈ વસ્તુઓ છે, તે બધી કોઈ શાશ્વત દ્રવ્યના આધારે ઉદ્ભવેલી છે. વસ્તુનો આકાર રૂપી દ્રવ્ય તરીકે દૃષ્ટિગોચર થાય છે. પ્રમુખપણે પુદ્ગલ દ્રવ્યથી ઉત્પન્ન થયેલા વિશેષ પદાર્થો વસ્તુરૂપે પોતાનું મૂલ્ય ધરાવે છે. આ વાતને લક્ષમાં રાખી સિદ્ધિકારે 'વસ્તુ' શબ્દ ગ્રહણ કર્યો છે. આ બધી વસ્તુઓ ભલે નાશ પામતી દેખાતી હોય, પરંતુ તેનો કેવળ નાશ થતો નથી. “વસ્તુ” દ્રવ્ય રૂપે પુનઃ પોતાના ઘરમાં પ્રવેશ કરીને જીવતી રહે છે. 'વસ્તુ' શબ્દ કહેવાનું તાત્પર્ય એ હતું કે નાશવાન પદાર્થો વસ્તુ રૂપે પ્રગટ છે પરંતુ આ વસ્તુઓનો સૂક્ષ્મ ભાવે વિનાશ થતો નથી અને દાર્શનિક દ્રષ્ટિએ દ્રવ્યો પણ એક પ્રકારની સૂક્ષ્મ વસ્તુઓ છે, તે શાશ્વત દ્રવ્યને માટે કવિશ્રીએ “વસ્તુ' શબ્દ મૂકીને દ્રવ્ય કરતાં પણ જેની અર્થસીમા વ્યાપક હતી તેવો બોધદાયક શબ્દ મૂકયો છે.
દ્રવ્ય શબ્દ ફકત દ્રવ્યના શાશ્વત ભાવોને જ સ્પર્શે છે, જયારે વસ્તુ શબ્દ દ્રવ્યોના ભાવોની સાથે સાથે પર્યાયરૂપે પ્રગટ થયેલા પદાર્થનો પણ બોધ કરાવે છે, માટે કહ્યું છે કે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ.
આખું કાવ્ય કે આ પદ કાળ અને દ્રવ્ય બંને આલંબનને આધારે શાશ્વત અવિનાશી તત્ત્વોનો બોધ કરાવે છે અને ત્યાર પછી "ચેતન પામે નાશ તો" એ પદની ઉચ્ચારણા આવે છે. આ પદનો ધ્વનિ એવો છે કે કોઈ પણ વસ્તુનો કેવળ નાશ થતો નથી, તો ચેતન શા માટે નાશ પામે ? કદાચ કોઈ તાર્કિક એમ માની લે કે જડ સૃષ્ટિ અવિનાશી છે પરંતુ તેની વચ્ચે જીવ ઉત્પન થઈને નાશ પામી જાય છે અર્થાત્ વસ્તુ ભલે અવિનાશી હોય પરંતુ તેમાં ચેતન જેવું તત્ત્વ જડના પ્રભાવે ઉદ્ભવે છે અને પાછું તે નાશ પામી જાય છે. આ કુટિલ તર્કને નજરમાં રાખીને કવિશ્રી બુદ્ધિમાન વ્યકિતને સીધો પ્રશ્ન કરે છે કે ભાઈ ! બધી વસ્તુ નાશ પામતી નથી, તો ચેતન પણ નાશ પામતું નથી, છતાં તું કહે છે કે "ચેતન નાશ પામે', ગાથામાં પ્રયુકત 'તો' શબ્દ વિચારણીય છે. અર્થાત બુદ્ધિથી પરે છે, માટે તપાસ કરીને, તર્કયુકત વિચાર કરીને, શુદ્ધ અનુભવનો આધાર લઈને ચેતન દ્રવ્ય ઉપર વૃષ્ટિપાત કરવામાં આવે તો એ પ્રશ્ન ઊભો રહે છે કે ચેતન નાશ પામીને કયાં જાય ? કોઈપણ વસ્તુ ઉદ્ભવી છે તે વસ્તુ નાશ પામીને તે દ્રવ્યમાં પુનઃ શાશ્વત ભાવે સમાઈ જાય છે, તો આ ચેતન તો જડદ્રવ્યથી ઉદ્ભવ્યું જ નથી. જડમાં એવો કોઈ યોગ નથી કે એવી કોઈ ગુણધર્મિતા નથી કે ચેતનને ઉત્પન્ન કરી શકે તો જડ તેનું મૂળ ઘર નથી, માટે જો ચેતન નાશ પામે તો જાય કયાં? કેમાં ભળે? શું તે દ્રવ્ય સાથે જોડાય ? જીવ તરીકે છટપટતો કર્મભોગી આત્મા
S
SSSSSSSSS
\\\\\\\(૨૧૭) NMLLLLLLLLLLLLLLLLS