________________
ભાવોનો અનુભવ કર અને તારા પોતાના અનુભવના આધારે વદનાર સ્વતંત્ર અને અખંડ છે, એવો નિર્ણય કર.
વદનારો તે ક્ષણિક નહીં આટલી બધી ઊંડાઈને વાગોળ્યા પછી આપણા સિદ્ધિકા૨ે ક્ષણિક જ્ઞાનને અનુભવમાં લઈને વદનારને, નિત્ય આત્મપુરુષને અક્ષર પુરુષ તરીકે સ્થાપિત કર્યો છે. વદનાર તે બીજો કોઈ નહીં પણ અક્ષર પુરુષ છે. ગાથાના બંને પદમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પરિણતિનું આખ્યાન કર્યું છે. ક્ષણિકને જાણવું તે મતિજ્ઞાનની પર્યાય છે અને વદનાર તે શ્રુતજ્ઞાનનો પર્યાય છે. આ બંને જ્ઞાન પર્યાયનો અધિષ્ઠાતા 'વદનાર' તે અક્ષર પુરુષ સ્વયં આત્મા છે, એટલે ત્રીજા પદમાં સિદ્ધિકાર જાણે પોતાને ઓડકાર આવ્યો હોય તે રીતે કહે છે કે ભાઈ ! વદનારો ક્ષણિક નથી. પદાર્થની બધી પર્યાયો ક્ષણિક હોઈ શકે પરંતુ વદનાર આ અક્ષર પુરુષ છે. જે બોલનારો છે, તે ક્ષણિક નથી. ફકત ક્ષણિકનું ભાન કરનાર છે. તાળુ અને તાળાને બંધ કરનાર બંને એક કયાંથી હોઈ શકે ? રસોઈ અને રસોઈ કરનારી બંને એક કયાંથી હોઈ શકે ? આમ એક પ્રકારે હાસ્ય ભાવે સિદ્ધિકાર કહે છે કે શું ક્ષણિક પદાર્થ અને તેનો વદનાર, તે બંને એક હોઈ શકે ? અર્થાત્ એક ક્યાંથી હોઈ શકે ? માટે કહે છે કે કર્તા કર્મની ખીચડી ન કરો. કર્મ જુદું છે અને કર્તા જુદો છે. ક્ષણિક પદાર્થ જુદા છે અને તેનો વદનાર તે જ્ઞાનનો કર્તા છે. આ રીતે આ ગાથામાં પૂર્વમાં જે ભાવો કહયા હતા તેને ફરીથી અધિક સ્પષ્ટ કરી આત્માની નિત્યતા પ્રગટ કરી છે અને નિર્ધાર એટલે ઠોકીને નિર્ણય કરવાની વાત કરી છે. કોઈ બેન ઘડો ખરીદવા જાય, તેને ટકોરા મારીને ખરીદે છે, તેમ અહીં સિદ્ધિકાર કહે છે કે તારા અનુભવરૂપ ટકોરા વગાડીને પાકો નિર્ણય કર અર્થાત્ વાણીથી આગળ વધીને વકતા કોણ છે ? વદનાર કોણ છે ? તેની પરીક્ષા કરી લે અને ત્યાર પછી પોતાના અનુભવના આધારે નિર્ણય કરવાનો છે. બીજાના સાંભળ લા શબ્દોના આધારે ફકત નિર્ણય કરવાનો નથી પંરતુ અનુભવમાં લેવાની વાત છે.
કર અનુભવ નિર્ધાર અહીં કવિરાજે ‘નિર્ધાર' શબ્દનો પ્રયોગ કર્યો છે, સત્યનો નિર્ણય થાય, ત્યારે સાચો નિર્ધાર ગણાય છે. વ્યકિત સ્વયં પોતાના અનુભવના આધારે નિર્ણય કરે, ત્યારે આવો નિર્ણય થાય છે, ત્યારપછી તેને સ્થાયી રૂપ સમજાય છે અને આવા નિર્ધારથી સમ્યગ્દર્શનના બીજ અંકુરિત થાય છે.
આ નિર્ધાર કોઈ સામાન્ય નિર્ધાર નથી. પોતાનું જ મૂલ્યાંકન કરી પોતાના સ્વરૂપનો નિર્ણય કરી પોતે અખંડ ત્રૈકાલિક નિત્ય તત્ત્વ છે, તેવા દૃઢ ભાવો સ્થાપિત કરી અનંત કાળની મુસાફરીનો અંત કરી દે, તેવો છે. જેમ રાજયાભિષેક થાય અને રાજા ગાદી ઉપર બેસે છે, તેમ આત્મસ્વરૂપનો નિર્ણય જીવને સાચી રાજગાદી અપાવે છે. આ નિર્ણય પછી તેને સ્વતંત્ર અને અખંડ આત્મરાજય પ્રાપ્ત થાય છે. વદનારો પોતે હવે વદનારો મટીને એક શકિતનો સ્વામી, અનંત શકિતનો ધારક છે, તેવા ભાવ સાથે આંતર ચેતનપુરુષને પ્રગટ કરે છે.
ક્ષણિક ભાવથી નિરાળો થયેલો પોતે ક્ષણિક નથી પણ પોતે ફકત ક્ષણિક ભાવોનો જાણનાર છે અને ક્ષણિકની વ્યાખ્યા કરનાર છે. આ રીતે વ્યાખ્યાનથી છૂટો પડેલો વકતા પોતાના અનુભવ દ્વારા સચોટ નિર્ણયને પ્રાપ્ત કરી, એવો અનુભવ કરે છે કે પોતે બગીચાના ફૂલનો સંઘનાર કે
(૨૦૯).