________________
પરંતુ શાસ્ત્રોમાં કે આધ્યાત્મિક ગ્રંથોમાં કોઈ પણ દ્વિરુકત ભાવોનું ખાસ તાત્પર્ય હોય છે, તેથી શાસ્ત્રકાર એક જ ભાવ બેવડી રીતે કહેવા પ્રેરાય છે. સામાન્ય વ્યવહારમાં લાંબી સ્થિતિવાળા દ્રવ્યોને નિત્ય કહેવામાં આવે છે અને કેટલાક પ્રકૃતિગત રચના પામેલા પદાર્થો પણ ઘણા સમય સુધી ટકી રહે છે, તેને પણ નિત્ય સમજે છે. આ નિત્યતા વ્યવહારિક છે અને શાસ્ત્રોમાં બીજા પ્રકારની નિત્યતાને સમજવા માટે શાશ્વત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અથવા ત્રિકાલવર્તી નિત્ય ભાવોને શાશ્વત કહેવામાં આવે છે. સદાકાળનો અર્થ છે ત્રિકાળવર્તી. શાશ્વત આત્મા નિત્ય છે પરંતુ તે સદાકાળ ટકી રહે તેવો નિત્ય છે અર્થાત્ શાશ્વત નિત્ય છે. તેનાથી પણ વધારે સૂક્ષ્મદ્રષ્ટિએ વિચાર કરતાં વિશ્વની અમુક રચનાઓ નિત્ય ભાવ ટકેલી છે અને શાશ્વત પણ છે. જયારે દ્રવ્યની નિત્યતા તે ઉત્પાદ્ અને વ્યયને સાથે રાખીને પણ પોતાનો ધ્રુવ અંશ જાળવી રાખે છે. જેને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે સત્યમ્ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ ! અહીં આ સત્ સદાકાળ નિત્ય રહેવાવાળું દ્રવ્ય છે. તેની નિત્યતાને સમજવા માટે બંને શબ્દો આવશ્યક છે. કવિશ્રીએ અહીં ‘નિત્ય સદાય” એમ જે કહ્યું છે, તે દ્રવ્યના પોતાના શાશ્વત નિત્ય અંશોને લક્ષમાં રાખીને કહ્યું છે. આ રીતે ચોથું પદ વ્યર્થ નથી પરંતુ ગંભીર અર્થથી ભરેલું છે અને તે ગૂઢ પર્થ પ્રગટ કરવા માટે શબ્દનો બેવડો પ્રયોગ કર્યો છે.
આ પદમાં બે વખત કોઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. કોઈ સંયોગથીઅને “નાશ ન તેનો કોઈમાં સંયોગો સાથે કોઈ શબ્દ લખવાની શું આવશ્યકતા હતી ? જેની ઉત્પત્તિ સંયોગોથી થતી નથી. એટલું જ કહેવાનું તાત્પર્ય હતું પરંતુ આ સામાન્ય પ્રયોગને વિશેષ રૂપ આપવા માટે “કોઈ સંયોગ' એમ લખ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધિકારની દ્રષ્ટિમાં ઘણા સંયોગો છે અને તે પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. આપણે પૂર્વમાં વિશ્લેષણ કર્યું છે, તો પણ અહીં ફરી થોડું ગંભીરતાથી વિચારીએ.
- પ્રથમ તો સંયોગ શબ્દની વ્યાખ્યા કરીએ. યોગનો અર્થ મળવાપણું છે. સંયોગ કહેતા સમ્યક પ્રકારે જે મળે છે અથવા નિયમાનુસાર પરસ્પર યોગ થાય, તેને સંયોગ કહેવામાં આવે છે. સંયોગના નિર્માતા સ્વયં સંયોગી દ્રવ્ય હોય છે, જે સંયોગનું ઉપાદાન છે પરંતુ સિદ્ધાંત અનુસાર વિના નિમિત્તે વાર્થ ન નિષ્પદ્યન્ત | અર્થાત્ જેટલા કાર્યો છે અને જે કોઈ સંયોગો છે, તે બધા કોઈ પણ નિમિત્તનો આશ્રય કરે છે, તેથી મૂળ દ્રવ્યો સાથે નિમિત્તનું કર્તૃત્ત્વ જોડાય છે. આ ઉત્પત્તિની આખી શ્રેણી છે અને તેવી રીતે પદાર્થના વિલયનો પણ આવો જ પ્રકાર છે. નિમિત્તને પ્રાપ્ત કરી પદાર્થ વ્યય પણ પામે છે. ક્ષણે ક્ષણે પદાર્થની જે પર્યાય પલટાય છે, તે શૂન્યથી લઈ અનંત ગુણરૂપ વૃદ્ધિ પામે છે અને અનંતગુણમાંથી પુનઃ શૂન્ય રૂપે પરિણમે છે, આવા કારણોથી સંયોગોમાં અસંખ્ય પ્રકારની વિભિન્નતા જોવામાં આવે છે. આ બધા સંયોગો પોતાને અનુરૂપ એવા બીજા સંયોગોને જન્મ પણ આપે છે. સદ્ગશ અને વિદ્રશ ઘણા પદાર્થોને ઉત્પન્ન કરે છે અને એ જ રીતે બીજા સંયોગોના નાશનું કારણ બને છે. ઘણા સંયોગ ઘણી રીતે ઘણા પદાર્થોને ભિન્ન ભિન્ન પ્રકારે ઉત્પન્ન કરી ભિન્ન ભિન્ન પ્રકારે લય પમાડે છે.
આથી શાસ્ત્રકાર બધા સંયોગોની ઉત્પત્તિ પ્રણાલીને દૃષ્ટિગત રાખીને કોઈ પણ સંયોગ