________________
S
સંયોગ શબ્દ કહેવાની પાછળ તાત્પર્ય એ હતું કે વિશ્વના બધા સંયોગો સ્વતઃ ઘટિત થતા હોય છે. પ્રકૃતિ સ્વયં ભિન્ન ભિન્ન પ્રકારના નાના મોટા અને વિરાટ સંયોગોને ઊભા કરે છે. સૃષ્ટિમાં મનુષ્યકૃત ક્રિયાત્મક સંયોગો સિવાય પ્રકૃતિ જગતના વિરાટ પ્રવાહો નિરંતર ચાલુ રહે છે. અને દ્રવ્યો પંચ ભૂતોનું રૂપ ધારણ કરી સૃષ્ટિમાં એક પ્રકારનું સર્જન અને વિનાશ કરે છે. પ્રત્યેક ક્ષણે અરબો પ્રાણીઓ જન્મે છે, મરે છે તથા અચેતન–જડપદાર્થો નિર્માણ પામે છે અને લય પામે છે, એમ આ સંયોગોનું એક મોટું તોફાન ચાલતું રહે છે. - કવિશ્રીએ તટસ્થ ભાવે આ બધા સંયોગોને સામે રાખીને ન્યાયની દૃષ્ટિએ અધ્યયન કર્યું છે. અને સંયોગોનો બહુવચનમાં ઉપયોગ કર્યો છે. ઘણી જાતના સંયોગો જ્ઞાતાની દ્રષ્ટિમાં સમાયેલા છે પરંતુ આ બધા સંયોગોથી ચેતન દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી, તેમ જ્ઞાનાત્માને સ્પષ્ટ જણાય છે અને સંયોગથી નાશ પણ થતો નથી, તે પણ સ્પષ્ટ થયેલું છે, તેથી સ્વયં સ્પષ્ટ સ્વરમાં કહે છે કે આ સંયોગોથી જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો નાશ પણ નથી. તેવું અખંડ દ્રવ્ય શાશ્વત નિત્ય રૂપે અનુભવમાં આવે છે, જણાય છે. અર્થાત્ બુદ્ધિમાં સમજાય છે, અનુમાનથી પણ સિદ્ધિ કરી શકાય છે. સંયોગો અને આત્મા, આ બંનેનો કોઈ પ્રકારનો ઉત્પત્તિજન્ય જનક ભાવ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે આ નિત્ય દ્રવ્ય સંયોગોની વચ્ચે હોવા છતાં સંયોગથી નિરાળું છે. પત્તિ જ્ઞાનવશુષઃ | અધ્યાય-૧૫ ગીતા. જ્ઞાનનેત્રવાળા જીવો જ તેને જોઈ શકે છે. વિષયમાં રમણ કરતા વિશેષ મોહવાળા જીવો આ આત્મદ્રવ્યને સંયોગોથી નિરાળું જોતા નથી. તેની દૃષ્ટિ સંયોગથી ઉપર જતી નથી.
આખી ગાથામાં એ સંકેત આવે છે કે સંયોગોથી દ્રષ્ટિ હટાવીને અથવા સંયોગોથી ઉપર ઊઠીને અનુભવ કરનાર એવા દ્રષ્ટાને જો નિહાળવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે નિત્ય જણાય છે અર્થાત્ શાશ્વતરૂપે દેખાય છે. આપણે સંયોગોથી ઉપર ઊઠવાનું છે, એટલું જ નહીં પરંતુ બન્નેની તુલના કરવાની છે. સંયોગો ક્ષણભંગુર છે, નાશવાન છે. જયારે આત્મા અક્ષર, અખંડ, શાશ્વત નિત્ય જણાય છે. બંનેની તુલના કર્યા પછી ચોથા પદમાં સ્પષ્ટ કહેવાયું છે, તેથી નિત્ય સદાય” સંયોગોથી છૂટો છે, એટલું જ નહીં પરંતુ સંયોગોના નાશની સાથે તેને કશું લેવા દેવા નથી. સંયોગો નાશ પામે, તો ભલે પામે પરંતુ આ આત્મા ભગવાન અખંડ જયોતિ રૂપ બની રહે છે, તેનો નાશ થતો નથી. આ જ્ઞાનસૂત્ર મોતીમાં દોરો પરોવવાની પ્રેરણા આપે છે. મોતી તો છે જ તેમ પરંતુ તેમાં તમારી દૃષ્ટિરૂપી દોરો પરોવવાથી તે મોતી દોરાને આધીન થશે અર્થાત્ તમારી દૃષ્ટિમાં સમાવિષ્ટ થશે. ચોથા પદમાં કહ્યું છે કે સદાને માટે આ દ્રવ્ય નિત્ય છે.
નિત્ય અને “સદાય’ શબ્દની સાર્થકતા-પૂર્વપક્ષ : નિત્ય કહેવું, તેનો અર્થ જ છે કે સદાને માટે રહેવું તો પુનઃ અહીં “સદાય’ શબ્દપ્રયોગની શી જરૂર હતી ? આ દ્વિરુક્ત ભાવ વ્યર્થ છે. જે નિત્ય છે, તે સદા રહે છે અને જે સદા રહે છે, તે નિત્ય છે. બંને શબ્દો એકજ કથનને સ્પષ્ટ કરે છે. આ કાવ્યમાં આ પદ વ્યર્થ લાગે છે.
ઉત્તરપક્ષ ઃ હકીકતમાં સામાન્ય ગ્રંથો કે કવિતામાં આવો દ્વિરુકતભાવ આવશ્યક હોતો નથી.
(૧૮૫)