________________
પરંતુ પરસ્પર એકબીજાનું સર્જન કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને જન્મ આપે, તેવી કોઈ પણ સંભાવના બુદ્ધિગ્રાહ્ય નથી.
આથી જ શાસ્ત્રકાર કહે છે કે “જડ થી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય', આ બંને ભાવ અનુભવહીન છે. સામાન્ય અનુભવગમ્ય નથી. જે જીવની કક્ષા થોડી ઘણી આગળ છે તેવી વ્યકિત આવા ભાવને સમજી શકે છે. આ ગાથામાં સિદ્ધિકારે સ્પષ્ટ રૂપે દ્વૈતવાદની સ્થાપના કરી છે અને સ્પષ્ટ રીતે અદ્વૈતવાદનો પરિહાર કર્યો છે. આ દ્વૈતવાદ તે જૈનદર્શનનો મુખ્ય પાયો છે. જડ અને ચેતન અથવા જીવ-અજીવ, તેવા બે પ્રકારના દ્રવ્યોના આધારે સમગ્ર દર્શન વિસ્તાર પામ્યું છે. શાસ્ત્રોમાં પણ જીવાજીવાભિગમ એવા વિશેષણ ઠેરઠેર જોવા મળે છે. અર્થાત્ જીવ અને અજીવનું જ્ઞાન સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી જીવાત્મા જડ પરિણતિથી મુકત થઈ શકતો નથી. જીવ દૈતવાદનો સ્પષ્ટ સ્વીકાર કરે, તો જ કાંકરામાં પડેલું મોતી નજરમાં આવ્યા પછી અને મોતી તરીકે ઓળખ્યા પછી, તે જ્ઞાન મોતી અને કાંકરાનો વિવેક કરે છે. તેમ જડ દ્રવ્યોની વચ્ચે રહેલો જીવાત્મા મોતી સ્વરૂપે પોતાનું શાશ્વત રૂપ જાળવી રાખે છે અને જડની વચ્ચે રહેવા છતાં પોતે જડથી ઉપજયો નથી અને સ્વયં પોતે કોઈ પણ જડ પદાર્થને ઉત્પન કર્યું નથી. બંને દ્રવ્યો સ્વતંત્ર રીતે પોતાના ક્રિયાકલાપને ધારણ કરી સ્વગુણોને અખંડ રાખી પોત પોતાની રીતે પરિણમન પામતા રહે છે.
આ ગાથામાં આ સત્યને સ્પષ્ટ રીતે ઉજાગર કરી કૃપાળુ ગુરુદેવ કહે છે કે શું કોઈને આવો અનુભવ થાય છે કે જડ-ચેતન એકબીજાને ઉપજાવી શકે છે ? જેની વિવેકબુદ્ધિ અજ્ઞાનદશાની કેટલીક ભૂમિકાને પાર કરી જ્ઞાનદશાનો સ્પર્શ કરતી હોય, તેને જ આવો અનુભવ થાય કે જડ અને ચેતન, બંને એક બીજાથી નિરાળા છે અને એકબીજાથી ઉપજે છે, તેવો અનુભવ થતો નથી. આ અનુભવની બેવડી બાજુ લક્ષમાં રાખવાની છે. ખોટો અનુભવ થતો નથી, ત્યાં જ સાચા અનુભવની ભૂમિકા તૈયાર થાય છે. ભારતના મહાન દર્શનિક વાચસ્પતિ મિશ્રે કહ્યું છે કે વૃદ્ધતુ તત્ત્વપક્ષપતિની ! બુદ્ધિ નિર્મળ અવસ્થામાં હોય, તો અપ્રમાણનો અસ્વીકાર કરે છે અને પ્રમાણનો જ સ્વીકાર કરે છે. અર્થાત્ અસત્યને નવગ્રહે છે અને સત્યને ગ્રહે છે. આવો બુદ્ધિનો સ્વભાવ છે. જે હકીકત ઘટિત થતી નથી, મૂળમાં જ જેનું અસ્તિત્વ નથી, તેનો અનુભવ કોઈને પણ શી રીતે થઈ શકે? આ ગાથામાં સિદ્ધિકાર કહે છે કે બંને દ્રવ્યો એકબીજાને ઉત્પન્ન કરે, તે હકીકત જ નથી. તો કોઈને અનુભવ ક્યાંથી થાય ? અર્થાત્ અનુભવ ન થાય. ગાથાના બે પાછલા પદમાં અપ્રમાણને નવગ્રહે, તેવો અનુભવાત્મક જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે અને તે પણ સ્પષ્ટ રીતે કહે છે કે આવો અનુભવ કોઈને પણ કયારેય થતો નથી. આ રીતે આ ગાથામાં નિર્ણયાત્મક ફેંસલો કરીને આત્મજ્ઞાનનો પાયો મજબૂત કરવામાં આવ્યો છે. આત્મસિદ્ધિનું આ પહેલું સોપાન છે.
એવો અનુભવ : અહીં “એવો અનુભવ લખ્યું છે. તેમાં “એવો’ શબ્દ સર્વનામ રૂપે મૂક્યો છે “એવો' અર્થાત્ કેવો ? શું જોવા જેવો કે જાણવા જેવો? હકીકતમાં જડ-ચેતનની જે સૂક્ષ્મ ક્રિયા છે, તે તો અનુભવગમ્ય જ નથી અને સાધારણ માણસના ઈન્દ્રિયજન્ય સ્થળ મતિજ્ઞાનમાં તો તે ક્રિયા ગ્રહી શકાય તેમ જ નથી. તો આ “એવો અનુભવ કહેવાનું તાત્પર્ય શું છે? બંને દ્રવ્યોનો સંધિકાળ પણ જોઈ શકાતો નથી, વળી ચેતન તો અરૂપી દ્રવ્ય છે. તે કયારે ઉપજે છે અને તે કયારે
LLLLLLSLLLLS(૧૭૭) NMMS