________________
છે પરંતુ સિદ્ધિકારે સ્વયં કહ્યું નથી કે આત્મા શું છે ? અથવા તેનું સ્વરૂપ શું છે ? આ ગૂઢ ભાવ અધ્યાર્થ ચાલ્યો આવે છે. જો કે ગૂઢ ભાવે કથન થતું હોય છે પરંતુ રહસ્ય તો રહી જ જાય છે. આ ગાથામાં સર્વપ્રથમ આપણે આત્મા ઉપર ચિંતન કરશું. ફક્ત જૈનશાસ્ત્રોમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં આત્મા કે બ્રહ્મની ચર્ચા છે, ત્યાં ત્યાં બ્રહ્મ કે આત્માને અનિર્વચનીય અથવા જ્ઞાનાતીત કે બુદ્ધિથી પરે છે, તેવું તત્ત્વ બતાવ્યું છે. જૈનશાસ્ત્રોમાં પણ આત્માના સ્વરૂપ વિષે નિષેધાત્મક શબ્દો જ મળે છે.
તવા નત્થ ન વિનઃ | તર્ક પણ ત્યાં પહોંચતો નથી. વાણી અને બુદ્ધિ જ્યાં પરાવર્ત થઈ જાય છે, તેવું ગુહ્ય કે ગૂઢ આ રહસ્યમય તત્ત્વ છે. સ્વયં સિદ્ધિકારે પણ અન્ય પદોમાં કહ્યું છે કે “કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.” આ રીતે આત્માને એક પ્રકારે અન્નય સ્થાપિત કર્યો છે. વિચિત્ર વાત તો એ છે કે જે જાણવા યોગ્ય છે, તેને જ જાણી શકાય નહીં, તે પ્રમાણે કહ્યું છે. આત્માના સંબંધમાં આ રીતે ઘણા પ્રવાહો વિદ્યમાન છે.
હકીકતમાં આત્મા ઉપર ઘણું જ વજન મૂકવામાં આવ્યું છે અને આત્મતત્ત્વને છોડીને બધા અનાત્મતત્વને અગ્રાહ્ય કહ્યા છે. ખૂબીની વાત તો એ છે કે જે ગ્રાહ્ય છે અથવા ગ્રહણ કરવા યોગ્ય છે, તે અગ્રાહ્ય બની રહ્યું છે. આમ આત્મદર્શનમાં એક વિચિત્ર રહસ્યવાદ અસ્તિત્વ ધરાવે છે. આત્મા તે જ ઉપાસ્ય છે, તે નિર્વિવાદ સત્ય છે. જે કાંઈ ઉપાસના થઈ છે, તે પણ આત્મલક્ષી જ થઈ છે. આત્માને ધ્રુવ સત્ય માનીને આત્મવાદી દર્શનો આગળ વધ્યા છે. આ આત્માનો રહસ્યવાદ વાણીથી પરે ફક્ત શ્રદ્ધાનો વિષય બની રહ્યો છે. બૌદ્ધદર્શને તો ગૂંગળાઈને આત્માને જ મૂકી દીધો અને આ રહસ્યનો સ્વીકાર ન કરતાં અનાત્મવાદને જ સ્વીકારી લીધો. આ રીતે આત્મા એક રહસ્ય છે.
સાહિત્યમાં પણ એક રહસ્યવાદ ચાલ્યો આવે છે. કાવ્ય અદશ્ય કે ગુપ્ત તત્ત્વને પાણીમાં ઉતાર્યા વિના તેના અસ્તિત્વનું ભાન કરાવે છે અને કાવ્ય દ્વારા તે રહસ્ય પણ એક શ્રદ્ધાનો વિષય બની રહે છે. આ જ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં પણ ભિન્ન ભિન્ન રૂપે આત્મતત્ત્વની પ્રતિભાના વર્ણન કરી તેના અસ્તિત્વનું ભાન કરાવ્યું છે. આ ગાથામાં પણ “આત્માના અસ્તિત્વના આપે કહ્યા પ્રકાર' એમ કહીને આત્માના અસ્તિત્વની જ ઝાંખી આપી છે. આત્મા છે તેની સ્વીકૃતિ માટે અનેક પ્રકારે વર્ણન કર્યું છે. આત્માના અસ્તિત્વ વિષે નિઃશંક બનાવીને જેના અસ્તિત્વની વાત કરી છે, તેને જો કે બાજુ પર રાખેલો છે અથવા ગુપ્ત રાખેલો છે. આત્માને સ્પર્શ કર્યા વિના જ આત્માના અસ્તિત્વનું ભાન કરાવ્યું છે, આ પદ્ધતિ નવી નથી પરંતુ તમામ અધ્યાત્મશાસ્ત્રોમાં આ રહસ્યવાદ અખંડ ભાવે ચાલ્યો આવે છે.
આટલું વિવેચન કર્યા પછી અહીં આપણે પણ અટકી જવું પડે તેવી સ્થિતિ છે. જ્યાં હજારો મહારથીઓ તત્ત્વવેત્તાઓ કે સિદ્ધ પુરુષો કે સ્વયં પ્રજ્ઞાધારી પુણ્યાત્માઓએ જેનો અનુભવ કર્યો છે પણ વ્યાખ્યા કરી શક્યા નથી અને પોતાનું અસામર્થ્ય પ્રગટ કર્યું છે, ત્યાં વધારે કે વિશેષ કહેવાનું સામર્થ્ય ધરાવનાર કોણ? તેવો પ્રશ્ન ઊઠે છે છતાં પણ ગમે તે દષ્ટિકોણથી વ્યાખ્યા કરવા