________________
ગાથા પ૯
ઉપોદ્દાત : પૂર્વની ગાથાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ આત્મદ્રવ્યના અસ્તિત્વ વિષે સચોટ તર્ક આપી તત્ત્વની સ્થાપના કરવામાં આવી છે, અને શ્રદ્ધા હોય તો પ્રત્યક્ષભૂત થાય તેવા ભાવ પ્રગટ કરવામાં આવ્યા છે, તેમજ અનેક પ્રકારે વિવરણ કરીને આત્મબોધ કરાવ્યો છે. જો આ અસ્તિત્વ ભાવ ઉપર મનુષ્યનું મન સ્થિર થાય, તો આગળ તેનો વિકાસ થવાની સંભાવના છે. ઉચિત્ત જગ્યાએ વાવેલું બીજ અનુકૂળ નિમિત્ત મળતાં અંકુરિત થાય છે, તેમ મનુષ્યનું મન ઉચિત ભૂમિકાનો સ્પર્શ કરે, તો બીજા કેટલાક તાત્ત્વિક ભાવોનો વિકાસ થાય છે.
સંભવ છે કે જો આવા સ્થિર વિચારમાં જીવની આસ્થા સ્થિર થાય તો મહાસ્થિર એવું સિદ્ધપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. તે રસ્તે જવામાં આંતરિક ભાવોનો સ્પર્શ થાય છે. ખરું પૂછો તો તે આંતરિક ભાવોની ગુફામાં મનનો પ્રવેશ થાય, તો બાકીના રહસ્યો પણ ખૂલતા જાય છે. આ આગામી ગાથામાં સિદ્વિકારે એક નિશ્ચય વ્યક્ત કર્યા પછી તેના સંભવિત પરિણામો શું છે. તે બાબત વિચાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેનો માર્ગ પણ કેવો છે, તે વિષે વિચાર કર્યો છે. આ ગાથા ત્રણ પ્રકારે વિભક્ત થયેલી છે. ૧. આત્માનું અસ્તિત્વ ૨. અસ્તિત્વને સમજવાના પ્રકાર (જે કહેવાઈ ગયા છે), ૩. સંભવિત પરિણામો અને તેનો માર્ગ - જે વ્યક્તિ આંબા કે કેરીને બિલકુલ જાણતો ન હોય, તેને વિવિધ પ્રકારે વર્ણન કરી મધુરા ફળ આપનાર આંબા જેવું વૃક્ષ છે, તેમ સમજાવ્યું. ત્યાર પછી જો આંબો વાવવામાં આવે, તો તેના સંભવિત પરિણામો સારા આવે, તેને મધુર ફળ ચાખવા મળે અને આ ફળને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ વિધિ તેને સમજાય તે પ્રમાણે આચરણ કરે, તો તે વ્યક્તિ આંબાને સમજે છે એટલું જ નહીં પણ પ્રાપ્ત કરી સુખી થઈ જાય છે... અસ્તુ.
આ ગાથા આત્મારૂપી આમ્રવૃક્ષનું વિવરણ કરી વ્યક્તિને આસ્તિક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ સ્વયં બોલે છે કે મને લાગે છે કે ખરેખર વિચાર કરતાં, બધી રીતે ઊંડાણથી તપાસ કરતાં, આ મધુરા ફળ મેળવવાનો રસ્તો મળી શકે છે. અને આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકાય તેમ છે. અસ્તુ....
| આત્માના અસ્તિત્વના આપે કલા પ્રકાર
સંભવ તેનો થાય છે, અતર કર્યો વિચાર Tગાથા પલા આત્મા એક રહસ્ય – ગાથાના પ્રારંભમાં આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પૂર્વની ઘણી ગાથાઓમાં પણ આત્મા શબ્દ વપરાયો છે અને તેના અસ્તિત્વ વિષે પણ ચર્ચા કરી
SSSSSSSSSSSSSSSS(૧૩૧) SSSSSSS