________________
ગાથા ૫૮
ઉપોદ્ઘાત : શાસ્ત્રકાર આ ગાથામાં થોડું વિષયાંતર કરે છે. જડથી ભિન્ન એવા આત્માનું વર્ણન કર્યા પછી આત્મસ્વરૂપનું નિર્ધારણ કરવું બહુ જરૂરી છે. પરંતુ સામાન્ય દૃષ્ટાને આ બાહ્ય દશ્ય જગત છોડીને બીજો કોઈ આત્મા હોય તેવું દેખાતું નથી અને કહે છે કે આત્માને માનવાની જરૂર શું છે ? આત્માના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ લાગતું નથી. આમ આત્માની સ્થાપના કર્યા પછી શંકાકાર પોતાની શંકા અભિવ્યક્ત કરે છે, ત્યારે સિદ્ધિકાર આશ્ચર્યભાવે જવાબ આપે છે. એક પ્રકારે મધુર હાસ્ય કરે છે અને જાણે ઉપહાસ કરતા હોય, તે રીતે આ ગાથાનો આરંભ કરે છે. જેમ કોઈ રામલાલ નામનો માણસ પૂછે કે રામલાલ ક્યાં છે ? મૂળ ગાથા આ પ્રમાણે છે:
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શકાનો કરનાર તે અચરજ એહ અમાપ પટી દર્શનશાસ્ત્રની દષ્ટિએ જ્ઞાનના વિવિધ પ્રકારો જોવા મળે છે. જૈનદષ્ટિએ પણ આ રીતે વિભાજન કરેલું છે. પ્રથમ સામાન્ય જ્ઞાન થાય છે. જેને સત્તાબોધક જ્ઞાન કહેવાય છે. ત્યાર પછી જ્ઞાનમાં રૂપાંતર થતાં ૧. સંશયાત્મક જ્ઞાન ૨. વિપરીત જ્ઞાન ૩. પ્રમાણભૂત જ્ઞાન, ઈત્યાદિ વિવિધ શ્રેણીના જ્ઞાન હોય છે. શંકાની વિવિધ શ્રેણી – આ ત્રણે પ્રકારોમાં સંશય તે કેન્દ્રમાં છે. સંશય થયા પછી બુદ્ધિ કાં વિપરીત નિર્ણય કરે અથવા પ્રમાણભૂત નિર્ણય કરે છે. પ્રમાણભૂત નિર્ણય તે સત્યરૂપ છે, જ્યારે વિપરીત નિર્ણય તે અસત્ય ગણાય છે.
શંકા કરવી કે સંશય કરવો, તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. સંશયની ત્રણ ભૂમિકા છે. ૧. છે કે નહીં ? ૨. શું છે ? અથવા કેવું છે? ૩. તેના પરિણામ શું છે? અથવા તેના ગુણ શું છે?
શંકાનો પ્રથમ અંશ દ્રવ્યને સ્પર્શ કરે છે. શંકાનો બીજો અંશ પદાર્થના સ્વરૂપને જાણવા માંગે છે અને શંકાનો ત્રીજો અંશ જે પદાર્થને જાણ્યો છે તેના ગુણધર્મ કેવા છે? અથવા તે શું ફળ આપે છે? તેનું પરિણામ શું છે? તેને જાણવાનો પ્રયાસ કરે છે. આ રીતે શંકા કે સંશય ત્રિભુજી છે. અર્થાત્ ત્રણ ભૂજા ધરાવે છે. ૧ મૂળભૂત સંશય દ્રવ્યસ્પર્શી છે. અર્થાત્ સંસારમાં કોઈ વાસ્તવિક પદાર્થ છે કે નહીં? આ સંશયના જવાબ રૂપે ઘણાં દર્શનનો ઉદ્ભવ થયેલો છે. જેની આપણે આગળ ચર્ચા કરશે. અહીં જે દ્રવ્યસ્પર્શી સંશય છે, તે સ્વલક્ષી અને પરલક્ષી છે. પરદ્રવ્યો છે કે નહિ? તેવી શંકા કરે, તે પરલક્ષી સંશય છે. જ્યારે સ્વલક્ષી સંશય પોતાના અસ્તિત્વ વિષે શંકા કરે છે. અર્થાત્ મારા શરીરમાં આત્મા જેવું કોઈ તત્ત્વ નથી. આ શરીર ભૌતિક જ છે. પોતે છે
S
KISS(૧૨૨) SSSSS