________________
કેવળ' શબ્દ શાશ્વત ભાવનું કથન કરે છે. જેમ-જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ શાસ્ત્રકારે આ પદમાં મૂકેલા “કેવળ' શબ્દનું ગાંભીર્ય પ્રતીત થાય છે. તે અનેક ભાવોના દ્યોતક છે. આ લક્ષણો સદાય પ્રગટ છે, તેથી તેને કેવળ પ્રગટ કહ્યા છે.
જે રીતે ચેતનના લક્ષણો બતાવ્યા છે, તે રીતે જડના પણ લક્ષણો બતાવ્યા છે. તે લક્ષણો કૃત્રિમ એટલે બનાવટી નથી તેમ જ કોઈએ ઉત્પન્ન કર્યા નથી. જડ અને ચેતનના લક્ષણો પ્રગટ છે. એટલું જ નહીં પરંતુ તેના શાશ્વત ગુણધર્મ છે. બંને દ્રવ્યો તે તે લક્ષણોથી સ્વતઃ પરિપૂર્ણ છે, અનાદિ અનંત છે. બંને દ્રવ્યો પોતાના લક્ષણનું ઉપાદાન છે અને સાથે રહેવા છતાં બંને ભિન્ન છે. આ ભિન્નતા કોઈ ક્ષણિક ભિન્નતા નથી તેથી શાસ્ત્રકારે સ્વયં આ ભિન્નતાનો સ્થિતિકાલ પ્રગટ કરી માનો ત્રિકાલવર્તી દ્રવ્યનું દર્શન કરાવવા ગાથામાં કેવળ શબ્દ મૂક્યો છે. “કેવળ પ્રગટ સ્વભાવ કાવ્ય દ્રષ્ટિએ લખ્યું છે પરંતુ પ્રગટ સ્વભાવ કેવળ છે એટલું જ નહીં પરંતુ બીજા ઘણા સ્વભાવ ચેતનમાં સમાયેલા છે, તેમ પરોક્ષ કથન કર્યું છે. પ્રગટ રૂપ જે ભેદજ્ઞાન છે અથવા સ્વભાવનો જે ભેદ છે, જડ-ચેતન અલગ અલગ ગુણના ધારક છે, આ ભેદ સ્પષ્ટ દેખાય છે પરંતુ કેવળ તે તત્કાલ પૂરતો ભેદ નથી, સૈકાલિક ભેદ છે. સિદ્ધિકાર સ્વયં આગળના પદોમાં કહે છે કે એકપણું પામે નહીં “ત્રણેકાળ દ્રયભાવ' આ રીતે સ્વભાવની ભિન્નતા શાશ્વત છે. જે એકતા છે તે સામાન્ય છે અને જે અનેકતા અર્થાત્ ભિન્નતા છે, તે વિશેષ ધર્મ છે. અહીં ભિન્નતાનું જ પ્રયોજન છે અને જડના ગુણોથી વિભિન્ન એવો ચેતન પોતાના સ્વભાવે પ્રગટ રૂપે અસ્તિત્વ ધરાવે છે, કેવળ અસ્તિત્વ ધરાવે છે, એટલું જ નહીં પરંતુ આ સ્વભાવ એકસરખો સૈકાલિક છે અને તેનો ભાવ અર્થાત્ વિભેદ બરાબર જળવાઈ રહે છે. જ્યારે જુઓ ત્યારે બંને દ્વિરૂપે–બે ભાવે અર્થાત પોતપોતાના ભાવે જાણવા અને જોવા મળે છે.
ત્રણે કાળ દ્રયભાવ – ત્રિકાલપણું તે સામાન્ય બુદ્ધિનું જ્ઞાન નથી અર્થાત્ ત્રિકાલવર્તી પદાર્થોને જાણી શકે તે બુદ્ધિનું સામર્થ્ય નથી. શાસ્ત્રકારે ત્રણે કાલમાં દ્વિભાવ જળવાઈ રહે છે, તે કથન કર્યું છે, તે કેવળજ્ઞાનના આશ્રયે કર્યું છે. કેવળી ભગવાન જ ત્રણેકાળમાં વર્તતો આ ભેદ સાંગોપાંગ જોઈ શકે છે, તે શ્રદ્ધાથી આ કથન કરવામાં આવ્યું છે. આત્મસિદ્ધિનો મૂળ આધાર જિનેશ્વર દ્વારા પ્રણિત મૂળમાર્ગ છે અને તે જ્ઞાનના આધારે અહીં આ જડ-ચેતન ત્રણે કાળ સુધી આ જ રીતે વર્તતા રહે છે, તેમ જ્ઞાનીઓએ ભાખ્યું છે. ત્રિકાલ પર્વત જે દ્વિભાવ જળવાઈ રહે છે તેમાં શું કાળ કારણ છે ? કાળ શું જડ – ચેતનનો ભેદ બરાબર જાળવી રાખે છે ? અને કાળે કરીને શું બંને એક થઈ શકે છે? આ શંકાનો પરિહાર કરવા માટે જ ત્રિકાળ શબ્દનો ઉપયોગ કર્યો છે. જો કાળનું કશું પણ કર્તૃત્વ હોય, તો કાળે કરીને તેમાં પરિવર્તન થઈ શકે પરંતુ તેમ પરિવર્તન થતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈપણ કાળમાં પરિવર્તન થતું નથી. કોઈપણ કાળ ખંડ પરિવર્તન કરી શકતો નથી. ત્રિકાળ શબ્દનો અર્થ ત્રણ કાળ સુધી મર્યાદિત નથી. અહીં ત્રિકાળ શબ્દનો અર્થ અનંત કાળ છે. કાળ પોતે ત્રિકાળ અવસ્થાવાળો છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રિકાળ તો ક્ષણ-ક્ષણમાં પૂરો થઈ શકે છે અને અનંતકાલ સુધી ચાલતો પણ રહે છે. ત્રિકાલ શબ્દનો જો ટૂંકો અર્થ કરીએ તો વિભેદ પણ ટૂંકો થઈ જાય, તેથી અહીં ત્રિકાળનો અર્થ
પપપsubsis(૧૧૭) LLLLLLLLLLLLS