________________
છે તે બ્રહ્મ અને માયા, એવી બે વસ્તુનો સ્વીકાર કરે છે પરંતુ માયા તે વાસ્તવિક તત્ત્વ નથી. મિથ્યાતત્ત્વ છે. તે દેખાય છે, મોહિત કરે છે પરંતુ તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે માયાનો કોઈ નિરાળો સ્વભાવ નથી પરંતુ માયાનો પ્રભાવ છે. દૃષ્ટાની દ્રષ્ટિ પરિવર્તિત થતાં માયા લુપ્ત થઈ જાય છે અને સર્વત્ર અદ્વૈત એવા બ્રહ્મનું દર્શન થાય છે. માયાને જડ ગણી શકો તો ગણો અને બ્રહ્મથી તેનો પ્રભાવ જુદો છે. અર્થાત્ તેનો સ્વભાવ પણ ભિન્ન છે. જ્યારે ચૈતન્યનો જ્ઞાન સ્વરૂપ સ્વભાવ પ્રગટ છે. આ રીતે ચેતન તત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ દૃષ્ટિગોચર થાય છે. આ ગાથામાં જડની પ્રભુતા નથી પરંતુ ચેતનની પ્રભુતા છે. જડથી જુદો ચેતન સ્પષ્ટ અનુભવમાં આવે છે, માટે સિદ્ધિકાર કહે છે કે “જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ' આ રીતે જડથી ન્યારો બતાવી અને તેના પ્રગટ લક્ષણો ઉપર ધ્યાન આપી તેને જ કેવળ અર્થાત્ સંપૂર્ણ રીતે બધી અપેક્ષાઓથી ન્યારો છે, તેમ કહ્યું છે.
“કેવળ' શબ્દની મહત્તા – “કેવળ'નો અન્ય પણે અર્થ થઈ શકે છે. કેવળ લક્ષણથી જ ભિન્ન છે પણ દ્રવ્યાર્થિક નથી કે અસ્તિત્વની દષ્ટિએ ભિન્ન નથી. કેવળ” શબ્દ બંને અપેક્ષાને સાર્થક કરે છે. ઉપરમાં આપણે કહી ગયા તેમ અનેકાંતદષ્ટિએ અને દ્રવ્યદષ્ટિએ જડ અને ચેતન એક છે પરંતુ કેવળ લક્ષણોથી તે ભિન્ન છે અને આ ભેદજ્ઞાન ખૂબ જરૂરી છે, માટે સિદ્ધિકારે અહીં ભેદભાવનું વક્તવ્ય ન કરતાં ભિન્ન ભાવનું કથન કર્યું છે. જીવનાં કલ્યાણ માટે આ ભેદજ્ઞાન ખૂબ જરૂરી છે. દાર્શનિકદષ્ટિએ કેવળ' શબ્દ શુદ્ધતાનો પણ વાચક છે. અને બીજી અપેક્ષાઓનું મૌનભાવે કથન કરે છે. આપણે કહીએ છીએ કે કેવળજ્ઞાન', જે જ્ઞાનમાં જરાપણ અજ્ઞાનનો અંશ નથી, મેલ નથી, તેવું પરિશુદ્ધ જ્ઞાન, તે કેવળજ્ઞાન કહેવાય છે. પરોક્ષ ભાવે કેવળ” શબ્દ બહુમુખી છે. સિદ્ધિકારે અહીં કહ્યું છે કે કેવળ પ્રગટ સ્વભાવ' અર્થાત્ જેના જે પ્રગટ લક્ષણો છે. તે શુદ્ધ લક્ષણો છે અને અવિભાજ્ય લક્ષણો છે. અર્થાત્ કેવળ લક્ષણ જ નથી પરંતુ આ લક્ષણની પાછળ અખંડ શાશ્વત દ્રવ્ય છે. પ્રગટ લક્ષણ દ્વારા લક્ષનો પણ બોધ કરાવ્યો છે. સિદ્ધિકારનું મંતવ્ય પણ એ જ છે કે આ લક્ષણોથી લક્ષ એટલે ચૈતન્યને ઓળખો. કહ્યું છે કે “લક્ષણથી ગુણધર્મ જાણીએ અને ગુણીને પણ પહેંચાનીએ” આ ભાવ અહીં સ્પષ્ટ કર્યો છે.
પ્રગટ–અપ્રગટ લક્ષણો : અહીં કવિશ્રીએ પ્રગટ લક્ષણ કહ્યા છે તો બીજા અપ્રગટ લક્ષણ હોવા જોઈએ. જિનેશ્વરોએ ફરમાવેલા એવા બીજા ઘણા અપ્રગટ લક્ષણો છે, જે કેવળીગમ્ય છે. અનંતજ્ઞાની જડ અને ચેતનના આવા સૂક્ષ્માતિસૂક્ષ્મ અનંત ગુણધર્મોને જાણે છે. જે આપણી સામે પ્રગટ નથી પરંતુ તેનો પ્રભાવ છે. આખું કર્યતંત્ર જડ-ચેતનના ભાવોથી ભરપૂર છે. કર્મમાં ચેતનના પણ લક્ષણ છે અને જડના પણ લક્ષણ છે. અર્થાત્ કર્મ જડરૂપ પણ છે અને ચેતનરૂપ પણ છે. છતાં પણ પ્રગટ નથી, તેનો પ્રભાવ જોઈ શકાય છે. એવા અપ્રગટ લક્ષણોનો શ્રદ્ધાથી સ્વીકાર કરવાનો રહે છે. શાસ્ત્રકારનું કથન એ છે કે અપ્રગટ લક્ષણો ન દેખાય પરંતુ પ્રગટ લક્ષણો દેખાય છે. કેવળ પ્રગટ છે એટલું જ નહીં પરંતુ તેનો પ્રભાવ પણ સ્પષ્ટ દેખાય છે. કેવળ પ્રગટ છે એટલે બરાબર પ્રગટ રહે છે. આ લક્ષણો એવા નથી કે પ્રગટમાંથી અપ્રગટ બની જાય અને પાછા ખોટી રીતે પ્રગટ થાય પરંતુ કેવળ પ્રગટ છે એટલે બરાબર પ્રગટ છે. અહીં
SSSSSSSSSSSSSSSSSS
(૧૬)