________________
કૃશ દેહ કહેવાનું તાત્પર્ય શું છે કે દેહ કૃશ કયારે થાય? તે જાણીને તાત્પર્ય સમજી શકાય. તપશ્ચર્યાથી દેહ કૃશ થાય છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી પણ દેહ કૃશ થાય છે. દેહના પરમાણુઓની કે સ્કંધોની સ્વાભાવિક પરિણતિથી પણ દેહ કૃશ રહી શકે છે. આ સિવાય કેટલીક મનોવ્યથા પણ દેહની કૃશતાનું કારણ બની શકે છે. કૃશ દેહ તે જીવની ઉદયભાવથી પ્રાપ્ત થયેલી સંપત્તિ છે. આ જ રીતે સ્થૂલ દેહની અંદર પણ ઉપર્યુકત બધા ભાવ લાગુ થઈ શકે છે. સ્કૂલ દેહ પણ કર્મ ઉદયની પરિણતિ છે અને તેમાં પુગલોની સ્વાભાવિક પરિણતિ પણ જોડાયેલી છે, આ રીતે દેહ કૃશ હોય કે સ્કૂલ અને કદાચ દેહ કૃશ પણ ન હોય અને સ્થૂલ પણ ન હોય પરંતુ મધ્યમ પરિણતિવાળો દેહ પણ અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય વ્યાખ્યા વિકસેન્દ્રિયથી લઈ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પ્રધાનપણે જોઈ શકાય છે. એકેન્દ્રિયાદિ પંચભૂતોના દેહની કૃશતા કે સ્થૂલતાની વ્યાખ્યા કરવી, તે સામાન્ય દ્રષ્ટિએ કઠિન છે, તેમાં પણ એકેન્દ્રિયાદિ પ્રાણીઓના શરીર વજમય પણ હોય શકે છે અને ફૂલ જેવા કોમળ પણ હોય શકે છે. શરીરમાં કૃશતા અને સ્થૂલતા છોડીને બીજા પણ ઘણા ધર્મ તૃષ્ટિગત થાય છે.
શરીરનું આટલું લાંબુ વિવેચન કરવાની જરૂર ન હતી પરંતુ શાસ્ત્રકારે કૃશ અને સ્કૂલ એવા બે દેહનું ઉપલક્ષણથી ફકત નામગ્રહણ કર્યું છે. કહેવાનો આશય એ છે કે પરમબુદ્ધિ તે કોઈ પણ દેહનો ધર્મ નથી. અહીં કોઈ એવો અર્થ ન સમજી જાય કે ફકત બે દેહની જ વાત કરી છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોઈપણ કૃશ કે સ્થૂલ અથવા કોઈપણ વજ જેવા કે કોમળ દેહ હોય અથવા વૈક્રિય શરીરધારી પણ કેમ ન હોય, તેનાથી આગળ વધીને આહારક શરીર જેવા દિવ્ય શરીર પણ કેમ ન હોય, આવા કોઈપણ પ્રકારના દેહ પરમ બુદ્ધિના અધિષ્ઠાતા હોતા નથી. અહીં “પરમ બુદ્ધિ કૃશ દેહમાં જે કથન છે, તે નિષેધાત્મકભાવે છે. સાર એ છે કે કોઈપણ દેહમાં પરમ બુદ્ધિ હોતી નથી. દેહ અને બુદ્ધિનો અવિભાજય પર્યાય થાય, તેવો કોઈપણ વિકલ્પ નથી. જૈનદર્શનમાં શરીરના ધર્મનું વિસ્તૃત વર્ણન છે. આ બધા દેહી જીવધારી હોવાથી સજીવ છે અને સજીવ હોવાથી તેમાં બુદ્ધિનો આવિર્ભાવ પણ હોય છે. આ રીતે બધું સંયોગાત્મક હોવા છતાં નિશ્ચયમાં સર્વથા સ્વતંત્ર વ્યવસ્થા છે.
સિધ્ધકારે દેહની અપેક્ષાએ બુદ્ધિનું કથન કરીને અંતે દેહ તે આત્મા નથી એમ જણાવ્યું છે. બુદ્ધિ નથી તો આત્મા નથી અને આત્મા નથી તો બુદ્ધિ નથી અર્થાત્ દેહમાં સંયોગરૂપે બુદ્ધિ અને આત્માનું અસ્તિત્વ હોવા છતાં તે બંને દેહથી ભિન્ન છે. સમગ્ર ગાથા બુદ્ધિના માધ્યમથી દેહ અને આત્માનું વૈભિન્ય પ્રગટ કરે છે.
જો’ શબ્દનું તાત્પર્ય – ગાથામાં જો’ શબ્દ મૂકયો છે. અર્થાત્ “જો હોય તો તેનો અર્થ છે કે આમ નથી. જો આમ ન હોય તો આ વિકલ્પ ઘટિત થાય. અર્થાત્ બંનેની એકતા જોઈ શકાય. પરંતુ જો શબ્દ મૂકીને વિધિ અને નિષેધ બંને ભાવનું એક સાથે કથન છે. “જો વરસાદ આવશે તો પણ અતિ નહીં આવે. આ વાકયમાં જો શબ્દ વિધિ અને નિષેધ બંનેનું એક સાથે કથન કરે છે અર્થાત્ સાપેક્ષ છે. પરંતુ આ “જો' સામાન્ય સ્થિતિનો પ્રદર્શક છે. જયારે ગાથામાં “જો” મૂકયો છે, તે સૈકાલિક વિધિ નિષેધનો વાચક છે. પાઠક મહાશયે જો’ ઉપર ખાસ ધ્યાન આપવું
(૧૦૯)\\\\\