________________
આત્માની સ્થાપના કરી છે પરંતુ પરોક્ષ રીતે વિકલ્પમાંથી મુકત થવાની પ્રેરણા આપી છે. અઘટિત વિકલ્પોની જાળમાં ફસાયા વિના દેહમંદિરમાં બિરાજમાન છે, તેવા આત્મદેવ ઉપર દૃષ્ટિ રાખવાની છે. આવો નિર્મળ બોધ પણ આ ગાથામાં સમાયો છે, જે સંકલ્પરૂપ છે. દરેક ગાથામાં આધ્યાત્મિક સંપૂટ પણ હોય છે. આ કંઈ એકાંતે પ્રમાણશાસ્ત્ર નથી, પરંતુ આત્મસિધ્ધિ જેવું અધ્યાત્મદર્શન શાસ્ત્ર છે. જેથી પ્રત્યેક ગાથામાં તર્ક સિધ્ધ પ્રમાણની સાથે સાથે પરોક્ષભાવે આત્મબોધનો પણ ધોધ વહાવ્યો છે, આ ગાથા આત્મલક્ષ્મી છે, કવિરાજે પરમ બુધ્ધિ એવો શબ્દ વાપર્યો છે, અહીં ફકત દેહ અને બુધ્ધિનો વિભેદ બતાવવાનો હતો, ત્યાં સામાન્ય તીવ્ર બુદ્ધિ અથવા અધિકદ્ધિ, એ શબ્દથી જ અલ્પબુદ્ધિનો વિરોધી શબ્દ પ્રગટ થતો હતો પરંતુ શાસ્ત્રકારે અહીં પરમબુદ્ધિ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે ઘણું જ રહસ્યમય કથન છે.
દેહ અને બુદ્ધિની ભિન્નતા ઃ શાસ્ત્રોમાં આત્મા તે શુદ્ધ ચેતન્ય દ્રવ્ય છે અને દેહ તે શુદ્ધ જડ પદાર્થ છે પરંતુ આ બંનેની વચ્ચે ઘણાં વિકારોભાવો અસ્તિત્વ ધરાવે છે. હકીકતમાં તેને આત્મપક્ષમાં ગણી શકાતા નથી અને જડ પક્ષમાં પણ ગણી શકાતા નથી. આવા અસંખ્ય વિકારીભાવો આશ્રવતત્ત્વ રૂપે અસ્તિત્વ ધરાવે છે. જૈન શાસ્ત્રકારોએ સ્વતંત્ર આશ્રવતત્ત્વ માન્યું
છે. જેમ કે ક્રોધ તે આત્માનો ગુણ નથી, તો આવો આ વિકારીભાવ શું છે ? તેને જડ કહેવો કે ચૈિતન્ય કહેવો ? તે એક પ્રકારે વિકારીભાવ છે. જે જડ-ચેતનના સંયોગમાં ઉદ્ભવે છે. તેને શાસ્ત્રોમાં કર્મનો ઉદયભાવ કહે છે. વિષયગ્રામિણી બુદ્ધિથી તે પ્રકારનો વિકારીભાવ થાય છે. તેમાં કર્મનો ક્ષયોપશમ હોવા છતાં મિથ્થાબુદ્ધિ ગણાય છે. જે બુદ્ધિ આત્મલક્ષી છે, તે બુદ્ધિ પરમબુદ્ધિ ગણાય છે. પરમબુદ્ધિ અને સામાન્ય બુદ્ધિમાં તાત્ત્વિક ભેદ છે. સામાન્ય બુદ્ધિમાં દેહભાવની અસર છે, જયારે પરમ બુદ્ધિ તે સૂક્ષ્મ અને નિરાળી બુદ્ધિ છે.
સિધ્ધિકારે અહીં “પરમ બુદ્ધિ કૃશ દેહમાં એમ કહ્યું છે. પરમ બુદ્ધિ લખવાનું તાત્પર્ય એ છે કે આ બુદ્ધિ દેહની સાથે સંબંધ ધરાવતી નથી. પરમ એટલે તે ઉત્કટ ક્ષયોપશમનું પરિણામ છે. પરમબુદ્ધિ શબ્દનો પ્રયોગ કરવામાં ઘણું રહસ્ય છે. શાસ્ત્રકારે લખ્યું છે કે “શદેહમાં' અર્થાત પાતળા શરીરમાં ઘણી જ બુદ્ધિ હોય છે અને સ્થૂલદેહમાં થોડી બુદ્ધિ હોય છે પરંતુ આ વિકલ્પ છે. અર્થાત્ એક રીતે આવું બની શકે પરંતુ કયારેક સ્કૂલ શરીરમાં પણ ઘણી બુદ્ધિ હોય છે અને પાતળા શરીરમાં અલ્પબુદ્ધિ હોય છે, તેવો પણ વિકલ્પ હોય છે. વિકલ્પનો અર્થ એ છે કે આમ પણ હોય શકે અને તેમ પણ હોય શકે. જો કે સ્વાથ્યના નિયમ અનુસાર બુદ્ધિ સાથે દેહનો સંબંધ છે. સ્વસ્થ શરીરમાં બુદ્ધિનો પ્રભાવ વધારે હોય છે અને અસ્વસ્થ શરીરમાં બુદ્ધિનો પ્રભાવ અલ્પ હોય છે પરંતુ આ બુદ્ધિ વ્યવહારિક બુદ્ધિ હોય શકે છે. એટલા માટે જ શાસ્ત્રકારે અહીં પરમ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. નિરોગી માણસમાં પણ પરમબુદ્ધિ હોતી નથી અને રોગી માણસમાં આત્મદ્રષ્ટિ હોય તો પરમ બુદ્ધિ સંભવી શકે છે. સ્પષ્ટ એ થયું કે પરમ બદ્ધિ દેહથી નિરાળી છે અને દેહ તે પરમ બુદ્ધિથી નિરાળો છે. પરમ બુદ્ધિનો અવિભાજય સંબંધ આત્મા સાથે છે, તેથી શાસ્ત્રકારે પરમ બુદ્ધિનું અવલંબન લઈ આત્મતત્ત્વની સ્થાપના કરી છે અને કહ્યું કે દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૦૮)\\\\\\\\\\\\\\\\\