________________
બાપડો જાણકારથી વંચિત રહી કેવા ઘોર અજ્ઞાનનો ભોગ બન્યો છે. આખી ગાથાનું કલેજું જીવના અજ્ઞાન ઉપર આશ્ચર્ય પ્રગટ કરે છે. ધન્ય છે કૃપાળુદેવની આ કાવ્યકલાને ! થોડા શબ્દોમાં ગાગરમાં સાગર ભરી દેવાની અભૂત શૈલી ! જે ઘણાં–ઘણાં દાર્શનિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોનું દિગ્દર્શન કરાવી જાય છે. એકેન્દ્રિયાદિ જીવો તો ઘટપટ આદિને જાણતા નથી, તે વિકલાંગ જીવો પદાર્થને કયાંથી જાણે ? મતિજ્ઞાનના આવા અભાવમાંથી અને શ્રુતજ્ઞાનના આવા અપૂર્ણભાવોથી ઉપર ઊઠીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય આદિ દેવગતિમાં પહોંચ્યા પછી થોડો ઘણો જ્ઞાનનો આવિષ્કાર થાય છે, ત્યારે જીવાત્મા માયાવી જગત સાથે વધારે સંબંધ બાંધે છે અને તેના જ્ઞાનનો વિષય ભૌતિક જગત બને છે. ગાથાના પૂર્વાર્ધમાં સિદ્ધિકારે આ કક્ષાના જીવોનું આખ્યાન કર્યું છે. માયાવી જગતમાં જોડાયા પછી તેનું જ્ઞાન સીમિત થઈ જાય છે. જડપદાર્થોને સ્વીકાર્યા પછી તેને વાસ્તવિક માનીને ત્યાં જ રોકાઈ જાય છે. જ્ઞાનનો જે આગળનો વિકાસ છે, તેમાં જ્ઞાન માયાવી પદાર્થોથી પણ ઉપર ઊઠીને ચૈતન્યપુરુષને લક્ષ કરે છે અને આત્મદેવને ઓળખતું ઊર્ધ્વગામી બનીને કેન્દ્ર સુધી ચાલ્યું જાય છે. નીચેના બે પદોમાં જ્ઞાનની શ્રેણીમાં અટકેલા અને કેવળ ભૌતિક જગતનો જ સ્વીકાર કરનાર જીવોને પણ લલકાર્યા છે અને આશ્ચર્ય વ્યકત કર્યું છે કે હજુ જ્ઞાનની સીમા પૂરી થઈ નથી. જેમ જડ પદાર્થોને જાણ્યા છે તેમ તેને જાણનાર એવા ચૈતન્યદેવને પણ જાણવાનું છે. જો તું તે ન જાણે, તો તારા જ્ઞાનને કેવું કહેવું? અર્થાત્ જ્ઞાનની શ્રેણીમાં આગળ વધવા માટે જીવને ચેતના આપી છે. આખું આશ્ચર્ય ચેતનામય છે.
પૂર્વના પદોમાં જ્ઞાન અને પદાર્થની સ્વીકૃતિ કરી છે. બંને પદ વચ્ચે “તેથી” શબ્દ મૂકીને કાર્ય કારણનો સંબંધ બતાવ્યો છે. અર્થાત્ જાણવું તે કારણ છે. માનવું તેનું કાર્ય છે. જાણે છે માટે જ માને છે. “તેથી” એટલે જાણવાથી, જાણ્યા પછીથી, જાણવાને કારણે, એવો અર્થ થાય છે. પરંતુ અહીં દાર્શનિક દ્રષ્ટિએ થોડુંક સમાધાન કરવું જરૂરી છે. શું પદાર્થને જાણ્યા પછી જ તેની સ્વીકૃતિ થાય છે ? એવા ઘણાં ગૂઢભાવો છે કે આપણે જાણતાં નથી, પરંતુ શ્રદ્ધાથી માનીએ છીએ અને એવા ઘણા પદાર્થો છે, એ જાણ્યા પછી પણ તેનો સ્વીકાર કરવામાં જીવ ઘણો ઉહાપોહ કરે છે. શું જાણ્યું છે તે સાચું છે કે ખોટું? ઝાંઝવાના જળને જાણે છે પણ તેને માની શકાતા નથી. આ રીતે વિશેષ પરિસ્થિતિમાં ઉપરના સિદ્ધાંતમાં કેટલાક વિકલ્પો સામે આવે છે પરંતુ અહીં શાસ્ત્રકારે વિશેષ પરિસ્થિતિનો પરિહાર કરીને સામાન્ય સિદ્ધાંત અનુસાર જાણવું અને માનવું, તેનો પરસ્પર સંબંધ સ્થાપિત કર્યો છે. હકીકતમાં જાણવાના સાધનોમાં જો દોષ હોય તો પરિસ્થિતિ વિપરીત બને છે અને માનવામાં પણ ફેર પડે છે. જ્ઞાન પરિપકવ હોય અને પૂર્ણ અંશે પદાર્થ તરફ તેની દ્રષ્ટિ ન પડે તો પણ વિકલ્પ ઊભો થાય છે. અહીં જે કથન કર્યું છે, તેમાં દર્શનશાસ્ત્રની ભાષામાં કહેવું જોઈએ કે જ્યાં પ્રતિબંધનો અભાવ છે અને ઈન્દ્રિયો પોતાના ગુણધર્મથી સ્વસ્થ છે, તો તે ક્ષણિક પર્યાયજ્ઞાન પણ પદાર્થનો ઠીક નિર્ણય કરે છે અને આવો વ્યકિત પોતાના જ્ઞાનના આધારે પદાર્થને માને છે. ત્યાં જે જાણે છે તે માને છે, તે બંનેમાં સુમેળ છે. અધ્યેતાએ આ પદને ઊંડાઈથી વિચારીને તેનો ભાવાર્થ ગ્રહણ કરવો જોઈએ.
પરંતુ જ્યાં સુધી આ મનોગત જ્ઞાનનો પ્રકાશ વધ્યો નથી, દર્શનમોહનીયનાં પડળ ઉતર્યા નથી અને બીજા મોહનીયકર્મના ઉદયભાવો વર્તે છે, એવી પરિસ્થિતિમાં પદાર્થોને જાણ્યા પછી
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢ(3ܘ1)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ