________________
કોને જણાય છે ? તે કોઈ વ્યકિત વિશેષ માટે કહ્યું નથી પરંતુ સામાન્ય સિદ્ધાંત રૂપે કહ્યું છે. આ પૃથ્વીમાં નીચે પાણી જણાય છે. ત્યાં કોને જણાય છે એ હકીકત નથી પણ ભાવ એ છે કે, જાણકાર હોય તેને જણાય છે. તે જ રીતે અહીં પણ જે આત્મદ્રવ્યના જાણકારો છે, તેમાં જે રસ લઈ રહ્યા છે, જડ-ચેતનનું પૃથક્કરણ કરે છે અને જે અવસ્થાઓથી ઉપર ઉઠીને અવસ્થાવાનને ગોતે છે, તેને જણાય છે. જે જણાય છે, તે સાર્વભૌમ અવસ્થા છે અને શાસ્ત્રકાર સ્વયં તેને ન્યારો જાણી રહ્યા છે. એટલે પોતાના આત્મવિશ્વાસથી બોલ્યા છે કે “સદા ન્યારો” જણાય
છે.
આધ્યાત્મિક સંપૂટ – આ ગાથામાં જેમ કોઈ દદ્રિનારાયણને એક મૂલ્યવાન રત્ન મળી જાય ત્યારે તેને રત્નની કિંમત સમજાય છે, એટલું જ નહીં પરંતુ પછી શેષ સાધારણ દ્રવ્યો નિર્મુલ્ય થઈ જાય છે. પછી ભલે આ રત્ન કોઈ પેટીમાં મૂકયું હોય. રત્નને સાચવવા માટે પેટી જરૂરી છે પરંતુ પેટી અને રત્ન, બંને જૂદા છે, તેનું જ્ઞાન તેના સ્વામીને હોય છે. તે ઊંઘમાંથી જાગૃત થાય, ત્યારે પણ તેને પેટી અને રત્નનો ભેદ સ્પષ્ટ જણાય છે. આ ભેદ મટી શકે તેવો નથી. તે જ રીતે અનંતકાળના અભાગી આ જીવને જ્યારે સદ્ગુરુની કૃપાથી આત્મારૂપી રત્ન મળ્યું છે, ભલે આ રત્ન દેહ રૂપી પેટીમાં પ્રવિષ્ટ છે પરંતુ ચૈતન્યમૂર્તિ સ્વરૂપ આ રત્ન સદા ન્યારું દેખાય છે. સુખ-દુઃખની ગમે તે અવસ્થામાં હોય પરંતુ તે અવસ્થાઓથી ભિન્ન એવા આત્માનો આશ્રય હોવાથી તેના અંતરમાં શાંતભાવનું ઝરણું વહેતું રહે છે. ચૈતન્યમય સ્વરૂપમાં તે જરા પણ સાશક નથી. શંકાથી મુક્ત થવું, તે આધ્યાત્મિક આનંદનો પ્રમુખ પાયો છે. ચૈતન્યની ઝાંખી, તે એક માત્ર આ આનંદ આપનાર તત્ત્વને ઓળખવાનું એક સ્પષ્ટ એંધાણ-નિશાન છે. - ઉપસંહાર – આત્મસિદ્ધિનો આધાર છ પદ છે. તેનો પ્રથમ પાયો આત્માના અસ્તિત્વની સિદ્ધિ છે. નાસ્તિકવાદ તે અધર્મ અને પાપની જડ છે. ભૌતિક જગતનો સ્વીકાર કર્યા પછી તેના ભોક્તાને ન ઓળખવો, તેના જાણકારને માન્યતા ન આપવી, તે આંખે પાટા બાંધીને કૂવામાં પડવો જેવું છે. ગાડી ચાલે છે અને ડ્રાઈવર નથી, તેમ કહેવું તે એક પ્રકારની બેહોશી છે. સમસ્ત ભૌતિક ક્રિયાનું અધિષ્ઠાન સંચાલક તત્ત્વ એક જ્ઞાનાત્મક શક્તિ છે. બીજ વગર વૃક્ષનો વિકાસ થતો નથી, તે જ રીતે દેહી વિના દેહની રચના થતી નથી. ઘોર અતર્કના આધારે ઉપસ્થિત થયેલો નાસ્તિકવાદ આત્માનો સ્વીકાર કરતો નથી, આ ગાથામાં તેના ઉપર પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યો છે. આત્મા કે પરમાત્માની સ્વીકૃતિ, તે નૈતિક જીવન, ધાર્મિક જીવન, આ લોક કે પરલોક, ઉભયલોકના સુખનું સાધન છે.
જો આત્મજ્ઞાનનો સ્વીકાર કરવામાં ન આવે, તો બધા વ્યવહારિક સંબંધો પણ દુઃષિત બની જાય છે. માતા-પિતા કે ભાઈ–બહેન કે પતિ-પત્ની જેવા સંબંધો પણ અર્થહીન થઈ જવાથી સહુ જડજગતના પૂતળા થઈ જાય છે. પરમ આવશ્યક એવા આત્મદ્રવ્યની સ્થાપના તે આત્મસિદ્ધિનું પ્રથમ સોપાન છે.
\\\\\\\\\\\\\\\\\\\S (૯૮) ISSSSSSSSSSSSSSSSS