________________
ગાથા-પ૩
ઉપોદ્દાત : શાસ્ત્રકાર પુનઃ આત્મતત્ત્વને સમજવા માટે દેહ અને ઈન્દ્રિયનું વિવેચન કરે છે. આત્મા અને દેહની વચ્ચે એક જ્ઞાન રેખાને અંકિત કરે છે. અહીં દેહની સાથે ઈન્દ્રિયોને પણ ગૌણભાવે ગ્રહણ કરી છે. બંનેનો ઉલ્લેખ કરીને દેહ અને ઈન્દ્રિયોમાં ફક્ત કરણ ભાવ છે પરંતુ જ્ઞાનભાવ નથી તેમ કહીને પુનઃ આત્માને શાતા તરીકે દર્શાવ્યો છે. આગળની ગાથાના ભાવને વધારે સ્પષ્ટ કરવા માટે આત્મતત્ત્વ પણ એક સંચાલક તત્ત્વ છે. તેના અસ્તિત્વ અને પ્રેરણાથી આખું જડયંત્ર સંચાલિત થાય છે, તેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જણાવીને આત્માની સત્તા સર્વોપરી સત્તા છે, એમ સ્પષ્ટ કર્યું છે. આ ગાથા એક પ્રકારે દેહ અને આત્માના ભેદજ્ઞાનની પુષ્ટિ કરીને બંને વચ્ચે ભેદ પ્રદર્શિત કરે છે. એક જ્ઞાન રહિત તત્ત્વ છે, તે દેહ અને ઈન્દ્રિયો છે અને એક દ્રવ્ય અર્થાત્ આત્મદ્રવ્ય જ્ઞાનયુક્ત તો છે જ પરંતુ વિશેષમાં તે સમગ્ર સંચાલન શક્તિ પણ ધરાવે છે, તેનું સંચાલનપણું પણ નૈમિત્તિક છે, એવો ઈશારો પણ કર્યો છે. આટલો ઉપોદ્ઘાત કરીને હવે આપણે પ૩મી ગાથાના મર્મભાવને સ્પર્શ કરવા પ્રયાસ કરશું.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ T
આત્માની સત્તા વડે, તેહ પ્રવત જણ આ પ૩ TI દેહ, ઈન્દ્રિય અને પ્રાણ : સિદ્ધિકારે પ્રથમ પદમાં દેહ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જો કે અહીં દેહ કહીને સંક્ષેપ કર્યો છે. દેહની રચના એક અલૌકિક રચના છે. દેહ એ પ્રકૃતિનું એક અનોખું નિર્માણ છે. દેહમાં એક રાજતંત્ર જેટલી વ્યવસ્થા છે. દેહમાં પંચભૂત સમાવિષ્ટ થયેલાં છે. છ પર્યાપ્તિ દ્વારા નિર્માણ થયેલો આ દેહ અથવા દેહરૂપી દેવમંદિર એક અદ્ભુત આશ્ચર્ય રૂપે કાર્ય કરે છે. દેહમાં અસંખ્ય નાડીતંત્ર, અસંખ્ય ગ્રંથિઓ પોતપોતાની જગ્યાએ રહીને અદ્ભુત રીતે કાર્યશીલ હોય છે. મોટા વૈજ્ઞાનિકો, વૈદ્યરાજો કે અધ્યેતાઓ દેહની રચના જોઈને દિમૂઢ થઈ જાય , છે. દેહની કાર્યશૈલી અતિ સૂક્ષ્મભાવે નિશ્ચિત સિદ્ધાંતો પર કામ કરે છે.
જૈનદર્શનમાં દેહની રચના માટે આઠ કર્મમાંથી એક આખું કર્મ મૂકવામાં આવ્યું છે, જેને નામકર્મ કહે છે. નામકર્મના શુભાશુભ ઉદય પ્રમાણે દેહનો આકાર તૈયાર થાય છે. કેટલાક વિશિષ્ટ દેહના સંઘયણ અને સંસ્થાના વિષે વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.. અસ્તુ.
અહીં દેહ વિષે થોડી જાણકારી આપ્યા પછી દેહની અંદર ઈન્દ્રિયો રૂપી યંત્રો મૂકેલા છે. આ ઈન્દ્રિયો પણ સામાન્ય દ્રવ્ય નથી પણ અદ્ભૂત ઉચ્ચકોટિનાં અમૂલ્ય પરમાણુથી નિર્માણ થયેલી છે. તે ઈન્દ્રિયો જે ઝડપથી કામ કરે છે અને પદાર્થનો નિર્ણય કરવામાં જે રીતે ઉપકારી થાય છે, તે પણ એક અગમ્ય અલૌકિક ભાવથી ભરેલો વિષય છે. દેહ અને ઈન્દ્રિયોને ક્રિયાશીલ રાખવા માટે હૃદયરૂપી ધમણ નિરંતર ધમધમે છે. આ ધમણને ચલાવવા માટે પ્રાણશક્તિનું ગ્રહણ–મોચન (થોડું) ચાલ્યા કરે છે. જેને યૌગિક ભાષામાં પૂરક અને રેચક પ્રાણ કહેવામાં આવે છે. આ પ્રાણ વચલી ક્ષણોમાં સ્થિર થઈને કુંભક બનીને પોતાની સમગ્ર શક્તિ દેહને પ્રદાન કરે
\\\\\\\\\\\\(૮૨) Lil\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\