________________
આ વિદ્વાને તે આચાય હરિભદ્ર પહેલાં અને વલભી તેમ જ ભરૂચના ક્ષેત્રની મર્યાદામાં વિચરતા હેાવાનું પણ નાત છે.
આચાય હરિભદ્રના ઉત્તરવતી અનેક વિશિષ્ટ વિદ્વાન પૈકી અત્રે તે એ–ચારનાં નામનેા જ નિર્દેશ પૂરતા છે. વાદી દેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર, પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિ અને છેલ્લે ન્યાયાચાય યશેાવિજયજી : આ ગણાવ્યા તેમાંથી કાઢે પસંદ કરવા એ વિચારે થાડીવાર મને મૂંઝવ્યેા ખરા, પણ અંતે આચાય હરિભદ્રે મારા મનનેા કબજો મેળવ્યા. મે એમને આશ્રી ભાષણા તૈયાર કરવાને નિર્ધાર કર્યો ત્યારે મારા મનમાં તેમની જે વિશિષ્ટતા રમમાણુ હતી તેનાં ખાસ કારણેા છે. તે પૈકી એએકના નિર્દેશ કરવા યોગ્ય લેખાય.
આ. હરિભદ્રની વિશેષતા
આચાર્ય હરિભદ્ર પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં અનેક વિષયના અનેક ગ્રંથા લખનાર છે, તો તે કાટીની યેાગ્યતા તેા આચાય હેમચંદ્ર અને ન્યાયાચાય યશેાવિજયમાં પણ છે. આ બધું છતાં આચાય હરિભદ્રની વિશેષતા માત્ર ગુજરાતમાં જ નહી, પણ, હું જાણું છું ત્યાં સુધી, બધી પરંપરાના ભારતીય પડિતાથી નિરાળી અને વિરલ છે. તે વિશેષતા એટલે સાંપ્રદાયિક અનેક વિષયાના પાંડિત્ય ઉપરાંત તેમનું જે માનસિક અને આધ્યાત્મિક ઊર્ધ્વગામી વલણ તેમની કૃતિઓ દ્વારા પ્રગટ થયું
છે તે.
એમનું આ વલણ કઈ કઈ કૃતિમાં કેવા કેવા રૂપે આવિર્ભાવ પામ્યું છે, તે દર્શાવવા મે તેમની તત્ત્વજ્ઞાન વિષયક શાશ્ત્રવાર્તાસમુય અને પર્શનલમુય એ એ જ કૃતિ, અને