________________
પુ ર વ ચ ન
જ્યારે મને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા તરફથી એ વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળ્યું, ને મેં એ સ્વીકાર્યું, ત્યારે ગુજરાતના કેઈ ને કઈ અસાધારણ વિદ્વાન તેમ જ તેમની કૃતિઓ વિષે કાંઈક કહેવું, એવો વિચાર મને ઉભવ્યો. પણ કયા એક વિદ્વાનને અને તેમની કઈ કૃતિઓને લઈ વ્યાખ્યાન આપવાં એ એક વિચારને વિષય હતો.
આચાર્ય હરિભદ્રના પૂર્વવત અને ઉત્તરવતી કેટલાય જૈન, બૌદ્ધ અને વૈદિક વિશિષ્ટ વિદ્વાને દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયા. મારા અધ્યયન ને વિચારને અનુસરી મને એમાંના દરેકની વિશિષ્ટતા કે અસાધારણતા ભાસતી હતી, અને અત્યારે પણ એ ભાસે છે. તાર્કિક મલવાદી અને એમના વ્યાખ્યાકાર સિંહગણિ ક્ષમાશ્રમણ, એ બન્નેની કૃતિઓ દર્શન અને તર્ક પરંપરામાં અનેક અજ્ઞાત મુદ્દાઓ દર્શાવે એવી સમર્થ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, એ મહાભાષ્યકાર તરીકે યથાર્થ રૂપે જાણીતા છે. શૂન્યવાદી મહાયાની શાંતિદેવસૂરિ અહિંસા ધર્મના માર્મિક પુરસ્કર્તા તરીકે વિશ્વવિખ્યાત છે. કવિ-વૈયાકરણ ભટ્ટી, એ પણ આગવું સ્થાન ધરાવે છે. અને