________________
૧૦૬
સમદર્શી આચાય હરિભદ્ર
શીકવાળા લેખમાં ફૂટનેટ પમાં કહે છે કે શક ૭૦૧માં અધિક ચૈત્ર હતા, પણ હકીકતમાં અધિક ચૈત્ર નહિ પણ અધિક વૈશાખ હતા. પિêતી Indian Chronologyમાં તેમજ કેશા લક્ષ્મણ છત્રેની અધિક માસની યાદીમાં અધિક વૈશાખ આપેલ છે. સિદ્ધાંત અને આસિદ્ધાંત પ્રમાણે ગણિત મેં કરી જોયું તે એ રીતે પણ અધિક વૈશાખ આવે છે. બ્રહ્મસિદ્ધાંતને પ્રચાર તે કાળમાં નહેાતા. બ્રહ્મસિદ્ધાંત પ્રમાણે પણ અધિક વૈશાખ આવે છે. જૅકેાખી કઈ રીતે અધિક ચૈત્ર ગણે છે તે સમજાતું નથી.
૨. બીજુ, જેકેાખી આ ફૂટનેટમાં કલહોનનું એક વાકય ટાંકે છે. જેાખી લખે છે કે Kielhorn has shown from dates in inscriptions that in connection with Saka years almost always amanta months are used. અહીં કાલહાને વાપરેલ almost શબ્દ બતાવે છે કે તેના જોવામાં કેટલાક એવા inscriptions પણ હાવા જોઈએ કે જેમાં પૌણિમાન્ત મહિનાઓ વપરાયા હાય.
૩. એક બાબત કે જેના ઉપર જેકેાખીનું ધ્યાન નથી ગયું તે આ છે ઃ મારી પાસે ચાલુ વર્ષનું કાશીનું ૫. બાપુદેવ શાસ્ત્રીનું પંચાંગ છે. તે વિક્રમ સંવત ૨૦૧૫ અને શાલિવાહન શક ૧૮૮૦નું છે. તેમાં અધિક શ્રાવણ છે. તેમાં માસ અને પક્ષને ક્રમ આ પ્રમાણે છે—પહેલાં ચૈત્ર શુકલ, પછી વૈશાખ કૃષ્ણ, પછી વૈશાખ શુક્લ વગેરે. છેવટે ફાલ્ગુન કૃષ્ણ, ફાલ્ગુન શુક્લ અને ચૈત્ર કૃષ્ણ. આ રીતે માસ પૌણિમાન્ત છે અને શાલિવાહન શકનું વર્ષ ચૈત્ર શુક્લ ૧થી શરૂ થાય છે. આથી વર્ષના છેલ્લાની પહેલાના દિવસ ચૈત્ર કૃષ્ણ ૧૪ આવે છે. આમ પડિતા શાલિવાહન શકનું વર્ષાં આખા ભારતવર્ષમાં ચૈત્ર સુદિ ૧થી ગણે છે, પણ ઉત્તરમાં પૌણિમાન્ત અને દક્ષિણમાં અમાન્ત માસગણુના ચાલે છે. કલહોના Almost શબ્દમાં આવેલા અપવાદો ઉત્તર ભારતના હોવા સંભવ છે અને હરિભદ્ર