________________
યોગપર પરામાં આ. હરિભદ્રની વિશેષતા—૨
ક
એ એ ભૂમિકાઓની ઉક્ત પાંચ ભૂમિકાઓની સાથે તુલના પણ કરી છે. તેઓ કહે છે કે પાંચ પૈકી પ્રથમ ચાર સપ્રજ્ઞાત છે અને છેલ્લી અસંપ્રદાત. સંપ્રજ્ઞાત ભૂમિકા સુધી મનેવ્યાપાર ચાલે છે, પણુ અસ પ્રજ્ઞાતપ૯ અવસ્થા પ્રાપ્ત થતાં સખીજ લેશવૃત્તિને નિરાધ થાય છે અને તે જ નિજ સમાધિ કહેવાય છે. એમણે સાંખ્યાનુસારી યાગશાસ્ત્રની આ માન્યતા સાથે સરખામણી તેા કરી છે, પણ જૈન અને સાંખ્ય તત્ત્વજ્ઞાનને મૂળગત જે ભેદ છે, તેમજ તેને લઈ વૃત્તિસક્ષયને જે અજૈન પર પરા સાથે સંગત થઈ શકે તે પણુ દર્શાવ્યા છે.૬૦
પત જલિ ચિત્તવૃત્તિના નિરોધને યાગ કહે છે. ૬૧ ચિત્તવૃત્તિ ક્લિષ્ટ પણ હોય છે અને અલિષ્ટ પશુ. અજ્ઞાન અને તૃષ્ણા જેવા લેશે કે મળેાને નિવારવા બાબત તે કાઈ ના મતભેદ છે જ નહિ, પણ પ્રશ્ન એ છે કે લેશે નિર્મૂળ થાય અને ચિત્તમાં અક્લિષ્ટ એવી જ્ઞાન, પ્રેમ આદિ વૃત્તિનું ચક્ર ચાલે, તે શું એને પણ નિરાધ કરવા ? આને ઉત્તર સાંખ્ય, ન્યાય–વૈશેષિક, અદ્વૈત વેદાન્તી અને કેટલાક બૌદ્ધો લગભગ એકસરખા જ આપે છે. તે ઉત્તર એટલે વિદેહમુક્તિ વખતે શરીરની પેઠે ચિત્ત યા મનનું પણ સથા વિસર્જન. જો ચિત્ત યા મન જ વિલય પામે તે અલિષ્ટ વૃત્તિ ઉદ્ભવે જ શેમાં ? તેથી મુક્તદશામાં વિશુદ્ધ જ્ઞાન કે વિશુદ્ધ આનંદ જેવી વૃત્તિઓને પણ અવકાશ છે જ નહિ. ૬૨ હરિભદ્ર એ માન્યતાથી જુદા પડી એમ સ્થાપે છે કે મુક્તદશામાં અક્લિષ્ટ વૃત્તિઓને પણ નિરાધ, એને અ માત્ર એટલે જ હાઈ શકે કે માનસિક કલ્પનાએ અને માનસિક વ્યાપારા દેહવ્યાપારની પેઠે વિલય; નહિ કે ચેતનની સહજ એવી નિરાવરણ જ્ઞાન, પ્રેમ, આનંદ આદિ વૃત્તિને વિલય ૬૩ હરિભદ્ર પેાતાને મત સ્થાપતાં જૈન પરંપરાસંમત આત્માનું પરિણામિનિત્યત્વ યુક્તિપૂર્ણાંક દર્શાવે છે અને પુરુષ કે આત્માની ફૂટસ્થનિત્યતાના તેમજ બૌદ્ધસમ્મત ક્ષણિક ચિત્તસંતતિનેા પ્રતિવાદ કરે છે.
७