________________
છે.પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ ખંડન-મંડનના ચક્રમાં ભમ્યા જ કરે છે.પર હરિભદ્રનો આ કટાક્ષ જ્ઞાની કવિ અખાની નીચેની ઉક્તિની યાદ આપે છે –
“ખટદર્શનના જુજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા, એકનું થાણું બીજે હણે, અન્યથી આપને અધિકે ગણે. અખા એ અંધારો કૂવો, ઝગડો ભાગી કે નવ મૂઓ.”
–અખાના છપા, ૩ (૭) હરિભકે “ધર્મબિંદુ' આદિ પિતાના બીજા ગ્રંથમાં જે સામાજિક ધર્મોના આચરણ ઉપર ભાર આપે છે તે “યોગબિંદુ'માં પણ છે, પરંતુ “યોગબિંદુ માં એની સ્પષ્ટતા વિશેષ છે. તે જોતાં એમ લાગે છે કે હરિભદ્ર જૈન અને બીજી એવી નિવૃત્તિમાગ પરંપરાઓનું વૈયક્તિક હિતસાધનનું દષ્ટિબિંદુ જોઈ વિચાર્યું હેવું જોઈએ કે કઈ પણ વ્યક્તિ સામાજિક જીવનના સહકાર વિના ધર્મપાલન કરી ન શકે. આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય તો એની પૂર્વશરત એ છે કે વ્યકિતએ સામાજિક ધર્મો અને મર્યાદાઓનું યોગ્ય પાલન કરી પોતાના મનને વિકસાવવું અને અનેક સગુણો કેળવવા. ઘણીવાર વ્યક્તિ આધ્યાત્મિકતાને નામે અવશ્ય આચરવા જેવી સામાજિક ફરજને પણ જાણી જોઈ છોડી દે છે. આવા કોઈ ઉદાત્ત વિચારથી હરિભદ્ર આધ્યાત્મિક માર્ગની પૂર્વતૈયારીરૂપે પૂર્વસેવા ૫૩ નામથી અનેક કર્તવ્યો સૂચવ્યાં છે. તેમાં (શ્લેક ૧૦૯માં) ગુવાવરૂઝન શબ્દથી અનેક વસ્તુઓ સૂચવી છે. તેઓ કહે છે કે માતા, પિતા, કલાચાર્યો, એમના સંબંધીઓ, વૃદ્ધો અને ધર્મોપદેશકો–
આ ગરવર્ગ કહેવાય.૫૪ તે બધાની યોગ્ય પ્રતિપત્તિ કરવી. દેવપૂજા વિશે તેઓ એમ કહે છે કે મહાનુભાવ ગૃહસ્થો માટે સર્વ દેને યોગ્ય આદર એ કર્તવ્ય છે; તેથી જ પિતાને માન્ય એવા દેવથી બીજા દેવો પ્રત્યેની અણગમા કે હીણપણાની વૃત્તિ ટળી શકે.૫૫ આવી સર્વ દેવનમસ્કારની ઉદાત્તવૃત્તિ અંતે લાભકારી જ નીવડે છે એ દર્શાવવા તેમણે એક વારિ-સંગીતનીવારને દાખલો આપ્યો છે.પ૬ એ