________________
સર્ષ
=
૭૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પતિ Potis (પિટિસ)
Octo (મો ) હમ Domos (મોક્ષ)
Fero Serpo
| (સેપે) Genero (જેનેરે)
૪૦—– પ્રકરણ ૭મું
શબ્દશક્તિ: અભિધા પદ અને શક્તિ–એક કે વધારે વર્ણ જેમાંથી અર્થ નીકળે છે તેને આપણે શબ્દ કહીએ છીએ અને વાક્યમાં વપરાય ત્યારે એ શબ્દ પદ કહેવાય છે. પરંતુ શબ્દમાં અર્થ ઉપજાવવાની શક્તિ કેવી રીતની છે, શબ્દમાંથી અર્થ શી રીતે નીકળે છે, અને કયે નીકળે છે, તે આપણે વિચારવાનું છે.
ટ-શબ્દ વર્ણના બનેલા છે, એ વર્ણમાં અર્થ નથી તે શબ્દ જે એને સમુદાયરૂપ છે તેમાં અર્થ ક્યાંથી આવે છે? દરેક વર્ણ જેવો ઉચ્ચારાય છે તે વિનષ્ટ થાય છે. આથી વણેને સમુદાય બનવા પણ શક્ય નથી. વળી એમ પણ કહેવું યુક્ત નથી કે શબ્દના દરેક વર્ણનું જ્ઞાન થયા પછી વર્ણના સમુદાયને મન પર સંસ્કાર પડે છે અને એ સંસ્કારનું સ્મરણ થયે શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થાય છે, કેમકે એમ હોય તો આપણે “નદી” અને “દીની, “રાજા” અને “જારા, એમાં ભેદ સમજીએ નહિ. આ કારણથી વૈયાકરણે કહે છે કે વર્ણથી ભિન્ન, પાછલા વર્ણના સંસ્કાર સહિત અન્ય વર્ણના જ્ઞાનથી વ્યંગ્ય, સફેટ નામને શબ્દ સ્વીકારવો જોઈએ. એ ફેટ વન્યાત્મક અને નિત્ય-નાશરહિત છે. સાર આ પ્રમાણે છે-ટા વણેમાંથી અર્થ નીકળતો નથી; કેમકે નીકળતો હોય તે પ્રથમ વર્ણમાંથી અર્થ નીકળે અને બાકીના નકામા જાય. વળી વર્ણના સમુદાયમાંથી પણ અર્થ નીકળતો નથી; કેમકે વણે ઉચ્ચારાયા કે તરત નાશ પામે છે; તેથી તેને સમુદાય થઈ શકતો નથી. વળી સ્મરણશક્તિથી એક વખત બધા વર્ણ યાદ રહેવાથી અર્થ નીકળે છે એમ પણ કહેવું યુક્ત નથી; કેમકે એમ હોય તે નદી ને દીન”, “રસ” ને “સર, એ શબ્દોમાં કંઈ ભેદ થાય નહિ; તેથી આપણે વર્ણથી વ્યંગ્ય, અવયવરહિત, એક, નિત્ય, પદસફેટ કે વાક્ય ફેટ સ્વીકારવો