________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ * વર્ગીય પહેલાં બે વ્યંજન, શું, ષ, સ્, ને વિસર્ગ, એટલા શ્વાસ, અષ, અને વિવાર કહેવાય છે. એ એ વર્ણના બાહ્ય પ્રયત્ન છે.
બાકીનાં એટલે વગય છેલ્લાં ત્રણ વ્યંજન, યુ, ૨, લ, ને વ્રષ્ના નાદ, શેષ, અને સંવાર પ્રયત્ન છે, માટે એ વર્ણ નાદ, શેષ, અને સંવાર કહેવાય છે.
વર્ગીય પહેલા, ત્રીજા, ને પાંચમા વર્ષે, અને યુ, ૨, ૯, ને ત્ અલ્પપ્રાણુ અને બાકીના વર્ષે મહાપ્રાણ છે.
* વર્ણ ઉત્પન્ન થયા પછી પ્રાણવાયુ માથા સાથે અથડાઈ પાછે ફરે છે એટલે એ વણે ઉચ્ચારાય છે તેથી એ પ્રયત્ન બાહ્ય પ્રયત્ન કહેવાય છે. ગળાની નળી સાંકડી થવાથી ઉચ્ચારાય છે તેથી સંવાર અને તેને વિકાસ થવાથી ઉચારાય છે, માટે વિવાર કહેવાય છે. શ્વાસનળીનું દ્વાર સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યારે મોંમાંથી જે ધ્વનિ નીકળે છે તે નાદ. શ્વાસનળીનું દ્વાર વિસ્તારાય છે, ત્યારે શ્વાસ નીકળે છે અને એ શ્વાસથી ઉત્પન્ન થતા વર્ણ પણ શ્વાસ કહેવાય છે. ઘેષ વર્ણ કમળ વધ્યું છે અને તેને ઉચ્ચારવામાં રણકા જે અવાજ થાય છે. એ અવાજ નથી થતે તે વર્ણ અઘષ છે. એ કઠેર વર્ણ છે. અલ્પપ્રાણ વણે ઉચ્ચારવામાં મહાપ્રાણ વણે કરતાં શેડા શ્વાસની જરૂર છે.
ઉચ્ચારસ્પષ્ટતા–વર્ણ ઉચ્ચારવામાં ઘણી કાળજી રાખવી જોઈએ. અવ્યક્ત એટલે અસ્પષ્ટ વહેંચ્ચાર કરે નહિ; તેમજ બહુ પ્રયત્ન, પીડાથી વર્ણ ઉચ્ચાર્યા હોય એમ પણ દેખાવવું ન જોઈએ. વર્ણ સરળતાથી ઉચ્ચારવા. પાણિનિએ છ જણને અધમ પાઠક કહ્યા છે–૧. ગાતો હોય તેમ બેલનાર; ૨. ઉતાવળથી બેલનાર; ૩. માથું હલાવી બોલનાર; ૪. લખેલું વાંચનાર, અર્થાત્, સમજ્યા વિના વાંચનાર; ૫. અર્થ સમજ્યા વિના બેલનાર; ૬. અલ્પ કંઠથી ઉચ્ચારનાર. માધુર્ય, અક્ષરની સ્પષ્ટતા, પદે છૂટાં પાડવાં, સુસ્વર, ધૈર્ય, અને લય