________________
વણુવિચાર: શિક્ષા
પ્રકરણ વર્ણવિચાર: શિક્ષા
૬૧
શિક્ષા—જે ગ્રન્થમાં વર્ણના-સ્વરાદિના ઉચ્ચારણપ્રકારના ઉપદેશ કર્યો હોય છે તેને શિક્ષા કહે છે. પાણિનિશિક્ષા, નારદશિક્ષા, યાજ્ઞવલ્ક્યશિક્ષા, વ્યાસશિક્ષા, આદિ સંસ્કૃતમાં શિક્ષાગ્રન્થ છે. આગલા પ્રકરણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાચીન મુનિઓએ ઉચ્ચારશુદ્ધિનું ચાગ્ય મહત્ત્વ જાળવ્યું છે.
શબ્દ: પ્રકાર—પૃથિવી, જળ, તેજ, અને વાયુ, એ ચાર ભૂતાની ક્રિયાથી પાંચમું ભૂત જે આકાશ તેને વિષે ઉત્પન્ન થયલા, દ્રવ્યને વિષે રહેલા જે ધર્મ તે શબ્દ. શબ્દ એ આકાશમાં-અવકાશમાં એટલે ખાલી જગામાં થાય છે અને પૃથ્વી આદિ ભૂતાની ક્રિયાથી થાય છે, તેથી એ પાંચ ભૂતાને ગુણુ ગણાય છે. શબ્દ એ પ્રકારના છે:—બુદ્ધિહેતુક અને અબુદ્ધિહેતુક. બુદ્ધિ જેનું કારણ નથી તે અબુધ્ધિહેતુક છે. મધની ગર્જના એ એવા શબ્દ છે. બુદ્ધિહેતુક શબ્દના બે વિભાગ છે—સ્વાભાવિક અને કાલ્પનિક, અંતેમાં ધ્વનિ ઉપકારક છે તેથી બંને ન્યાત્મક છે. જે શબ્દ કાઈ પણ વર્ણ સૂચવતા નથી એવા શબ્દ એ સ્વાભાવિક શબ્દ છે. હસવું, રાવું, ઇત્યાદિ એવા પ્રકારના શબ્દ છે અને એવા શબ્દ પ્રાણિમાત્રમાં સાધારણ છે. કાલ્પનિક શબ્દ ત્રણ પ્રકારના છેઃ−1. વાજિંત્ર વગેરેના શબ્દ, ઢાલ, પડધમ, નરહ્યું, વીણા, વગેરેના; ર. ગીતિરૂપ; રાગેા સૂચવતા, સા, રી, ગ, મ, વગેરે સ્વરરૂપ; અને ૩. વાઁત્મક; ધ્વનિવિશેષની સાથે થયલેા, કંઠ, તાલુ, આદિની સાથે અથડાવાથી થયલા શબ્દ. દૂરથી સાંભળીએ તા કાઈ પણુ વહું સમજાય નહિ એવું જે કંઈ કાને પડે અને પાસે જવાથી જે તીણેા, ઊંડા, વગરે વિચાર ઉત્પન્ન કરે તે ધ્વનિ, એમ શ્રીમ ંકરાચાર્ય ધ્વનિના અર્થ સમજાવે છે.
વર્ણની ઉત્પત્તિ--વર્ણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઇચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અન્ત:કરણને પ્રેરે છે. તે અન્ત:કરણ મૂળ આધારસ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે