________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જ્ઞાન નથી. સર્વજ્ઞાન શબ્દથી જ વ્યાપ્ત થયું છે. આથી જ સર્વ શાસ્ત્ર, કળા, અને શિલ્પની વિદ્યામાં આધારભૂત વિદ્યા વ્યાકરણવિદ્યાજ છે.
વાણું વૃષભ છે-વૃંદમાં વાણુને વૃષભ સાથે સરખાવી છે. ચાર પદસમુદાય-નામ, આખ્યાત ક્રિયાપદ), ઉપસર્ગ, અને નિપાત (અવ્યય)-એ વૃષભનાં ચાર શીંગડાં છે; ભૂત, ભવિષ્ય, અને વર્તમાનકાળ, એ ત્રણ એના પગ છે; બે પ્રકારના શબ્દ-નિત્ય અને અનિત્ય, વ્યંગ્ય અને વ્યંજક, એ એનાં બે માથાં છે. સાત વિભક્તિ એ એના સાત હાથ છે. ઉર:સ્થાનમાં (છાતીમાં), કંઠમાં, અને મૂર્ધસ્થાનમાં બંધાય એ વૃષભ શબ્દ કરે છે. “કૃષભ” શબ્દ “વૃ૬ –વરસવું, એ ધાતુ પરથી આવ્યો છે. વાણી કામનાની વૃષ્ટિ કરે છે, માટે એને વૃષભ કહી છે. શબ્દરૂપી બ્રહ્મ ગણ્યું છે. વાણીરૂપી પરબ્રહ્મ પુરુષની અંદર પ્રવેશ કરે છે. જે વ્યાકરણ જાણે છે તે પરબ્રહ્મ સાથે સામ્ય પામે છે, એમ એ માત્રમાં વ્યાકરણનું મહાવ પ્રતિપાદન કરી સ્તુતિ કરી છે.
- વ્યાકરણ ને ન્યાયશાસ્ત્ર-જેમ વ્યાકરણનો સંબંધ ભાષા સાથે છે તેમ ન્યાયશાસ્ત્રને સંબંધ પણ ભાષા સાથે છે. પરંતુ એ બેમાં ફેર છે. વ્યાકરણ ભાષાના નિયમ આપે છે, પરંતુ ન્યાયશાસ્ત્ર વિચારનું શાસ્ત્ર હોવાથી એને વિચાર સાથે સંબંધ પ્રધાન અને ભાષા સાથે ગૌણ છે. ભાષા એ વિચાર દર્શાવવાનું સાધન છે, એથી ન્યાયશાસ્ત્રને ભાષાની અપેક્ષા છે. આ કારણથી વાક્યનું પૃથક્કરણ બંને શાસ્ત્ર જુદી જુદી દષ્ટિથી કરે છે. દાખલા તરીકે, “તે માણસમાં બહુ અક્કલ નથી” એ વાક્યનું પૃથક્કરણ ન્યાયની દષ્ટિએ આ પ્રમાણે થાય છે. વિચાર માત્રના બે વિભાગ થાય છે. આપણે કોઈ પદાર્થને વિષે કંઈક ગુણનું વિધાન કરીએ છીએ કે નિષેધ કરીએ છીએ. ઉપલા વાક્યમાં માણસને વિષે “બહ અક્કલનો નિષેધ કર્યો છે; માટે “માણસ” એ ઉદેશ્ય છે અને બહુ અક્કલને અભાવ એ વિધેય છે. એ બે વિચારેને ભાષા “છે” ક્રિયાપદ વડે જોડે છે. આમ ન્યાયશાસ્ત્રની દષ્ટિથી એ વાક્ય “તે માણસ બહ અક્કલના અભાવવાળો છે” એમ સમજવાનું છે. વ્યાકરણમાં વાક્ય જે સ્વરૂપમાં હોય છે તેમાંજ તેનું પૃથક્કરણ કરવામાં આવે છે, કેમકે પૃથક્કરણને હેતુ જુદા જુદા શબ્દને પરસ્પર કે અન્વય છે તે દર્શાવવાને છે.