________________
૩૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ઢેલો-નાયક શ્યામલ-શ્યામવર્ણ છે; ઘણ-નાયિકા ચમ્પાવર્ણી છે. જાણે સુવર્ણરેખા કષપટ્ટક-કસોટી પર દીધેલી છે).
साहु वि लोउ तडप्फडइ वड्डत्तणहो लणेण । (સહુ પણ લોક તડફડે છે વૃદ્ધત્વને-મોટાઈને માટે).
भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु ।
लजेजं तु वयंसिअहु जइ भग्गा घरु एन्तु ॥ (ભલું થયું જે, બેન ! મારે કાન્ત મરાયો, જે ભાગેલ-હારેલો ઘેર આવત તે સખીઓથી હું લજવાત)
जीविउ कासु न वल्लहउं धणु पुणु कासु न इछु।
दोण्णि वि अवसर-निवडिआई तिण-सम गणइ विसिठ्ठ ॥ (જીવિત કેને વલ્લભ નથી, ધન પણ કોને ઈષ્ટ નથી; બંને પણ અવસરે પડેલાને-પ્રાપ્ત થયેલાને વિશિષ્ટ પુરુષ તરણા સમાન ગણે છે).
जइ न सु आवइ दूइ घरु काइं अहो-मुहु तुज्झु ।
वयणु जु खण्डइ तउ सहि एसो पिउ होइ न मज्झु ॥ (હે દૂતિ ! જે તે ઘેર ન આવે { તો ? તારું અધોમુખ શા માટે છે? તું શા માટે નીચું ઘાલે છે ? જે તારું વચન ખેડે છે એ (તે), હે સખિ ! મારો પ્રિય થતો નથી).
एह कुमारी एहो नरु एहु मणोरह-ठाणु ।
एहउं वढ चिन्तताहं पच्छइ होइ विहाणु ॥ (એ કુમારી છે કે ; એ નર {છે કે ; એ મનોરથસ્થાન { છે કે , એમ વિચાર કરનારા મૂખેંને પછી વહાણું થાય છે–વાય છે).
हिअडा जइ वेरिअ घणा तो किं अब्भि चडाहूं।
अम्हहं बे हत्थडा जइ पुणु मारि मराहुं ॥ (હઈ ! જે વેરીઓ ઘણું છે તે શું આકાશે ચડીએ ? અમારા બે હાથ છે; જે પણ (વળી) મારીને મરાઈશું.)
चञ्चलु जीविउ ध्रुवु मरणु पिअ रूसिजइ काई । होसई दिअहा रूसणा दिव्वई वरिस-सयाई ॥