________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
શ્વાસ અને નાદને અનુપ્રદાન કહે છે; કેમકે ધ્વનિની પાછળ (અનુ=પાછળ) એ થાય છે. સ્થાન સાથે વાયુના અભિધાત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે; તે ધ્વનિ ઉત્પન્ન થયા પછી નાદ કે ધેાષ (રણુકા) થાય તા વર્ણો નાદ કે ધેાષ કહેવાય છે. એ ધ્વનિની પછી રણકા જેવા અવાજ ન થાય પણ માત્ર શ્વાસ થાય—સુસવાટ થાય તે વર્ણો અધેય કે શ્વાસ કહેવાય છે.
૫૧૦
નાદ, ધેાષ, ને સંવાર એ ખાદ્ય પ્રયત્નવાળા વર્ણો સંવૃતકંઠે (જેને ઉચ્ચારતાં કંઠની નળી સાંકડી થાય છે તે), નાદાનુપ્રદાન, ને ધેાષવત્ કહેવાય છે.
પૃ. }e
ઉચ્ચારસ્પષ્ટતા—પાશ્ચાત્ય શિક્ષણશાસ્ત્રમાં ઉત્તમ વાચનનાં લક્ષણ આપ્યાં છે તે બધાંના આમાં સમાવેશ થાય છે,
પૃ. ૭ર
અવિનાભાવી સંબંધ
‘અવિનાભાવ સંબંધ' એમ સમજવું. એક વિના અન્ય રહી શકે નહિ એવા જાતિ તે વ્યક્તિ વચ્ચેના સંબંધ તે અવિનાભાવ સંબંધ. પૃ. ૧૦૬
વિશેષણ્ણાના અન્વય
સંસ્કૃતની પેઠે જૂની ગુજરાતીમાં વિભક્તિમાં પણ વિશેષણ વિશેષ્ય સાથે અન્વય પામતું. પૃ. ૪૧,૪૪ જુએ. કવિતામાં ક્વચિત્ નામ કે સર્વનામ પ્રાતિપદિક સ્વરૂપમાં રહે છે અને વિભક્તિ વિશેષને લાગે છે. ‘અંધા કેરી લાકડી, હું દુખળીનું બંન.
તુલસી–ધ્રુવાખ્યાન, બૃહ॰ કાવ્ય॰ ભા. રો, પૃ॰ પુછ મુજ અનાથને દયા કરી, રાખે તુજને હૃદયાંસુ ધરી. ધ્રુવા, બૃ॰ કા, ભા॰ રો, પૃ. ૫૮
‘હું નારદનું વચન નવ કરે, હું કહું તે તારા પિતા કરે.’ વા, બુ. કા., ભા॰ રો, પૃ. ર અમે અનાથને સનાથજ કીધ, અમ ઘેર સ્વામી આવ્યા સિદ્ધ્’ ધ્રુવા, બ્॰ કા, ભા૦ રો, પૃ. ૬૩