________________
૫૦૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પૃ. ૨૮
ફારસીઅરબી શબ્દ–
આ શબ્દો તેનાં મૂળ રૂપમાં નહિ, પણ જેમ ગુજરાતીમાં ઉચ્ચારાય છે તેમ આપ્યા છે. મૂળ રૂપ નીચે જેવું છે.
ફારસી શબ્દો અજમાયશ-આઝમાયિશ
ગુજરાન-ગુઝરાન દસ્તાવેજ–દસ્તાવેઝ
દરિયો–દય ફડનવીસ-ફÉનવસ સરપાવ–સફી (=ખર્ચ) હજાર-હઝાર
અરબી શબ્દ અકલ-અરબી ભાષામાં એને અર્થ “ઊંટને બાંધવાનું દેર!' થાય છે. બુદ્ધિ પણ મનુષ્યને અંકુશમાં રાખે છે.
આબેહૂબહુબહુ ( બરાબર) દુનિયા-દુન્યા (નીચલું; પરલોકથી નીચલું સ્થાન) હવાન-યવાન (=પ્રાણવાળું)
હેવાલ-અહેવાલ ૫. ૩૫,
શ્રીવિજ્યભદ્રમુનિ--
“આનન્દકાવ્યમહોદધિ,” મૌક્તિક ૧લું, એમાં (પૃ. ૫મે) શ્રીવિજયભદ્રમુનિનું નામ “શ્રીગૌતમરાસરના રચનાર તરીકે આપ્યું છે; પરંતુ
એ ખરું નથી, એ વાત મારા લક્ષમાં શ્રીવિજયધર્મસૂરિના શિષ્ય શ્રીઈન્દ્રધર્મે આવ્યું છે. એ રાસાના રચનારનું ખરું નામ શ્રીવિનયપ્રભા ઉપાધ્યાય (પ્રા. વિનવદુ કવચાય) છે. રત્નસાગર ભા. રજે, પૃ. ૧૨૦ જુઓ–જિસ વિનયપ્રભ ઉપાધ્યાયે નિર્ધન ભઈ અપને ભાઈક સંપત્તિ વાર્ત મંત્રગતિ ગૌતમરસ બનાયકે દિયા, તિસકે ગુણનૈસે અપના ભાઈ ફેર ધનવંત ભયા.”