________________
૪૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અહિં ઉદારતા ને ગંભીરતા અન્ય ઉદારતા ને ગંભીરતાથી ભિન્ન નથી, છતાં ભિન્ન તરીકે વર્ણવી છે માટે આ પ્રકારને અભેદમાં ભેદ કહે છે.
(૩) (૪) સંબંધમાં અસંબંધ અને અસંબંધમાં સંબંધસંબંધ હોય છતાં અસંબંધ હોય એમ વર્ણન કર્યું હોય તે ત્રીજો પ્રકાર છે અને એથી ઉલટે એ પ્રકાર છે. દાખલ –
નિષ્કલંક ચન્દ્રબિમ્બ, પુનમમાં કદી ઉદય જે પામે નિએ તેની સામે, વદન આ પરાભવ પામે.
પૂર્ણિમાને દિવસે કલંકરહિત ચન્દ્ર ઊગે તે આ સ્ત્રીનું મુખ તેની સમાનતાથી પરાભવ પામે.
અહિં પૂર્વ ભાગમાં કલંકના અભાવની સાથે ચન્દ્રને અસંબંધ છે તે પણ સંબંધ વર્ણવ્યા છે અને ઉત્તર ભાગમાં સમાનતાની સાથે મુખને સંબંધ છે તે પણ અસંબંધ વર્ણવ્યું છે.
આર્યો! અગ્નિમાં ઠંડક હેય ને સૂર્યમાં અંધકાર હોય તે તારામાં દેષ હાય.
અહિં અગ્નિમાં ઠંડકને સંબંધ નથી તે પણ સંબંધ વર્ણવ્યા છે, તેમ સૂર્યમાં અંધકારને અસંબંધ છે, છતાં સંબંધ વર્ણવ્યું છે તેમજ તારામાં દેષને સંબંધ છે, છતાં અસંબંધ વર્ણવ્યો છે.
હે રાજન્ ! કલ્પતરુના પલ્લવ કરતાં તારા હાથમાં આટલું વિશેષ છે પલ્લવ કર્ણને શોભાવે છે; તારે હાથ કર્ણને (કર્ણ રાજાને) તિરસ્કાર કરે છે.
આમાં રાજાની ઉદારતા કર્ણની ઉદારતા કરતાં વિશેષ છે એ વર્ણવવાને ઉદ્દેશ છે. અહિં કર્ણ શબ્દના બે અર્થ ભિન્ન છે.
અમે પ્રકાર–કાર્યકારણને સ્વાભાવિક કેમ એ છે કે કારણ પહેલું ને કાર્ય પછી થાય છે. એ સ્વાભાવિક કમને કાઢી નાખી