________________
પ્રબન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર
૪૮૫ અને તેને બદલે અવશ્ય પદાર્થ મુકાયે હોય અને એવી રીતે બેનું અધ્યવસાન-ઐક્ય થયું હોય ત્યાં અતિશક્તિ અલંકાર કહેવાય છે.
અતિશક્તિના પાંચ પ્રકારમાં આ પહેલે પ્રકાર છે. એમાં જે બે પદાર્થો ભિન્ન હોય છે તેને અભિન્ન તરીકે વર્ણવ્યા હોય છે. આ પ્રકારને ભેદમાં પણ અભેદ કહે છે. દાખલા --
૧. અરુણે સેનાની કુંચી વડે પૂર્વને દરવાજો ઉઘાડ્યો. ૨. લતાને મૂળે છે હરિણવિહિણે ચન્દ્ર લસતે.
લતાના મૂળમાં હરણ વગરને ચન્દ્ર લીન થયે છે. પહેલા દાખલામાં પિળાશ અને રતાશ પડતાં કિરણેને સેનાની કુંચી કહી છે અને પૂર્વ દિશાના આકાશના ભાગને પૂર્વને દરવાજે કહ્યો છે. “કિરણને “આકાશ ભાગ એ ઉપમેયનું–વર્ણ પદાર્થનું નિગરણ એટલે ભક્ષણ થયું છે. અર્થાત્,એ શબ્દ બિલકુલ વપરાયાજ નથી. કેણે ભક્ષણ કર્યું છે? તેને બદલે વપરાયેલા “સેનાની કુંચી” અને પૂર્વને દરવાજે એ શબ્દએ.
બીજા દાખલામાં “અંગયષ્ટિ” “લતાને કલંકરહિત મુખ”ને હરણ વગરને ચન્દ્ર કહ્યો છે. લતાએ “અંગયષ્ટિનું ને “હરણ વગરના ચન્ટે “નિષ્કલંક મુખનું નિવારણ કર્યું છે.
આ પ્રમાણે આ પ્રકારમાં બે પદાથો ભિન્ન છે તેને અભિન્ન તરીકે વર્ણવ્યા છે.
(૨) અભેદમાં ભેદ–બીજે પ્રકાર એથી ઉલટે છે. એમાં અભેદમાં ભેદ વર્ણવાય છે–જે પદાર્થો અભિન્ન હોય છે તેને ભિન્ન તરીકે વર્ણવેલા હોય છે જેમકે,
તે રાજાની ઉદારતા એરજ છે, તેમજ ગંભીરતા પણ ઓરજ છે, તે બ્રહ્માની સૃષ્ટિ નથી.