________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દાખલાઃ
(૧) *પ્રતાપરુદ્રની કીતિ, સર્વત્ર જ્વલિતે સતે, ઉદય શા સારૂ પામે, નિર્લજ્જ શશલાંછન. (ર) ખરેખર, રાજકુળમાં એ લક્ષ્મીપતિ (વિષ્ણુ)જ છેઃ અલ્પજ્ઞ પુરુષો એની સાથે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે?
૪૮૦
વ્યતિરેક સામાન્ય રીતે ઉપમાનમાં ઉપમેય કરતાં અધિક જીણુ હાય છે; છતાં કવિ ઉપમેયને ઉપમાન ફરતાં ચઢિયાતું વર્ણવે તે વ્યતિરેક અલંકાર થાય છે; કેમકે ઉપમેયમાં ઉપમાન કરતાં ધિય વર્ણવ્યું છે. વ્યતિરેક=આધિક્ય.
નળાખ્યાન
‘ગંભીરતામાં વર્ણવું, પણ અહ્વમાં ખારાશ.’ અહિં પ્રેમાનન્દે નળ રાજાને સમુદ્ર સાથે સરખાવી ખારાશના અભાવને લીધે સમુદ્ર કરતાં ચઢિયાતા વર્ણવ્યા છે.
અર્થાન્તરન્યાસ—જેમાં સામાન્ય હકીકતથી વિશેષ હકીકતનું કે વિશેષ હકીકતથી સામાન્ય હકીકતનું સમર્થન કર્યું હોય તે અર્થાન્તરન્યાસ કહેવાય છે. અર્થાન્તરન્યાસ એટલે અન્ય અર્થના ઉપન્યાસ-વર્ણન. અર્થાત્, જેમાં એક અર્થને—સામાન્યને કે વિશેષને પુષ્ટિ આપવા ખીજો અર્થ-વિશેષ કે સામાન્ય વર્ણવ્યે હાય તે અર્થાન્તરન્યાસ.
દાખલાઃ---
-
‘સીતા સમાણી સતી કાણુ શાણી, પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી; કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.'
*હીતી પ્રતાપદ્રશ્ય વિસન્ત્યાં વિન્તરે । મિર્ચમુત્યચેષ નિર્જઞ: રાજાનઃ ॥ પરથી