________________
પ્રબન્ધ પ્રકારનું કાવ્યવિચાર ૪૬૯ શૌયૌદિ આત્માને ઉત્કર્ષ કરે છે, તેમ ગુણે પણ રસને ઉત્કર્ષ કરે છે અને શૌર્યાદિ ગુણ આત્માથી પૃથફ રહી શકતા નથી તેમ કાવ્યમાં ગુણ રસથી પૃથક્ રહી શકતા નથી. આ પ્રમાણે કાવ્યમાં ગુણે રસની ઝમાવટ કરવામાં ઉપયોગી છે. માધુર્ય, ઓજસ્, ને પ્રસાદ, એ ત્રણ ગુણ છે. જેથી ચિત્તને આહ્વાદ થાય અને દ્વેષ આદિથી તેમાં જે કઠેરપણું આવ્યું હોય તે જતું રહી તે પાણી પાણી થઈ જાય તે ગુણને વિદ્વાનોએ મધુર ગુણ કહ્યો છે. એ ગુણ સંજોગશૃંગાર રસમાં માલમ પડે છે, પણ કરુણ રસ, વિપ્રલંભશૃંગાર, ને શાન્ત રસમાં તે ઉત્તરોત્તર વિશેષ જોવામાં આવે છે. જેથી મનની અંદર જુસ્સ ઉત્પન્ન થાય છે, જાણે અગ્નિ પ્રદીપ્ત થયે હેય ને જવલિત થયું હોય એમ લાગે છે તે જો ગુણ છે, આત્માના વિસ્તારને હેતુ છે ને વીર રસમાં રહે છે. વીરથી અધિક બીભત્સમાં ને તેથી અધિક રૌદ્ર રસમાં તે હોય છે. સૂકા લાકડામાં જેમ અગ્નિ તરત સર્વત્ર વ્યાપે છે ને જેમ સ્વચ્છ જળ સર્વત્ર પ્રસરે છે, તેમ જે મનમાં એકદમ ફેલાઈ જાય છે તે પ્રસાદ ગુણ છે અને તે સર્વત્ર રસમાં રહેલું છે.
ગુણેના વ્યંજક–વર્ણ, સમાસ, ને રચના ગુણનાં વ્યંજક છે. તેમાં ક” વર્ગ સિવાયનાં સ્પર્શ વ્યંજન, પિતપતાના વર્ગના પાંચમા વર્ણ સાથે યુક્ત થયેલાં (અ, અજન, કઠ, દન્તમાં છે તેમ) હસ્વસ્વરયુક્ત રેફને કારએટલા વર્ણ, સમાસને અભાવ કે મધ્યમ સમાસ ને સુકુમાર રચના એ માધુર્ય ગુણનાં વ્યંજક છે. વગય પ્રથમ અને તૃતીય વર્ણને અનુક્રમે દ્વિતીય ને ચતુર્થ વર્ણ સાથે સંગ, તેમજ રેફને કઈ વ્યંજન સાથે પહેલો કે પછી સંગ, બે સરખા વ્યંજનને વેગ, ટાદિ વર્ણચતુષ્ટય, ને ૬–એટલા વણે, દીર્ધ સમાસ, અને ઉદ્ધત રચના, એ જે ગુણનાં વ્યંજક છે. જે શબ્દ, સમાસ, કે રચના વડે સાંભળતાં વાર જ શબ્દમાંથી અર્થની પ્રતીતિ થાય તે શબ્દ, સમાસ, કે રચના પ્રસાદ ગુણનાં વ્યંજક છે.
તાત્પર્ય--ગુણના આ વિવેચનથી શું સમજવાનું છે? એટલુંજ કે ભાષા હમેશ અર્થને અનુસરતી જોઈએ. શૃંગાર, કરુણ, ને શાંત