________________
૪૬૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આવશ્યક ને ગુણરૂપ છે. અર્થની પુષ્ટિ થાય એવાં નકામાં વિશેષણથી અપુષ્ટ દેષ થાય છે, એ અર્થદેષ છે. છન્દભંગ કે યતિભંગથી હતવૃત્તત્વ દેષ થાય છે. છન્દના કરતાં યતિમાં વિશેષ દેષ જોવામાં આવે છે. જે વૃત્તમાં જે જે સ્થળે વિદ્વાનોએ વિશ્રામ સ્થાન નક્કી કર્યો છે તે તે વૃત્તમાં તે તે સ્થળે વિશ્રામ લેતાં પદને ભાંગી નાખવું પડે ત્યાં એ દેષ થાય છે. રસદેષ પણ ત્રણ પ્રકારના છે પણ તે સર્વમાં અનૌચિત્ય એટલે રસની યેગ્યતાને નાશ એ રસભંગનું મુખ્ય કારણ છે. આ દેશેમાંના ઘણખરા ગદ્યમાં પણ જોવામાં આવે છે. કિલષ્ટ રચના, વ્યાકરણદષ્ટિએ અશુદ્ધ શબ્દ, અપ્રયુક્ત, સંદિગ્ધ, ને ગ્રામ્ય શબ્દ, તેમજ કર્ણકટ પદને યતિભંગ જેવા દેષ આપણી ભાષામાં ગદ્ય ને પદ્ય બંનેમાં સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. એ તે ખરૂં છે કે કેટલાંક ઉત્તમ કાવ્યમાં પણ કવચિત દેષ જોવામાં આવે છે. પરંતુ કાવ્ય જેમ બને તેમ દેષરહિત જોઈએ. સંસ્કૃત આલંકારિકેએ કહ્યું છે કે જેમાં કેન્દ્રના એક ડાઘાથી પણ ઉત્તમ કાન્તિવાળું પણ શરીર કઠ્ઠણું બની જાય છે તેમ એક પણ દેષથી ગમે તેવું ઉત્તમ કાવ્ય પણ કર્ણકઠેર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અન્યની પેઠે કવિને પણ આદર્શ ઉચ્ચતમ જોઈએ. દેષનું સ્વરૂપ જાણું તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરે એ સર્વ કેઈને ધર્મ છે.
દેષના વિવેચનથી એટલું સ્પષ્ટ છે કે કવિની ભાષા શુદ્ધ, ગુંચવણ વગરની, ને પ્રાસાદિક હેવી જોઈએ તેમજ તેને અર્થ પણ ક્લિષ્ટ કે અનુચિત ન જોઈએ. તેમાં રસની પરિપૂર્તિ જોઈએ ને સહદયને માન્ય ન થાય એવી ક્લિષ્ટ કલ્પના તેમાં ન જોઈએ.
આ ગુણ-માત્ર દેષરહિત શબ્દનો અર્થ હોય એટલે કાવ્ય થાય એમ નથી. તે શબ્દ ને અર્થ ગુણયુક્ત હવા જોઈએ. જેમ શૌર્યાદિ આત્માના ધર્મ છે તેમ કાવ્યને આત્મા રસ છે તેના ગુણો ધર્મ છે.