________________
૪૧૬
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અ. ‘કૃત’ પ્રત્યય જેને અન્તે હેાય તે કૃદન્ત કહેવાય છે. સંક્ષિપ્ત સૂચક શબ્દ પછી પૂર્ણવિરામનું ટપકું મુકાય છે. દાખલા:——અ. વ. (બહુવચન) ષ. તત્પુ. (ષષ્ઠીતત્પુરુષ)
એમ. એ. (માસ્તર આ આર્ટ્સ ) રા. રા. ( રાજમાન રાજશ્રી) દા. ( દસ્કત )
મુા. ( મુકામ )
અહપવિરામ-અલ્પવિરામ મુખ્યત્વે નીચેને સ્થળે મૂકવા
માં આવે છે:--
૧. સંધન પછી
ભાઈ, આવું કરવું તને ઘટતું નથી.
૨.
અને' કે ‘અથવા' જેવા અવ્યયથી જોડાયલાં બે કે વધારે પદ, પદસમૂહ, કે વાક્ય અલ્પવિરામથી છૂટાં પાડવામાં આવે છે; પરંતુ એ ચિહ્ન એવા છેલ્લા પદ, પદસમૂહ, કે વાક્યની પછી આવતું નથી; જેમકે,
જોડણીની ભૂલા માટે, દાખલા ખાટા ગણવા માટે, ભૂગોળ કે બીજા વિષયામાં ખાટા જવાબ દેવા માટે, મેાડા આવવા માટે, ઘેરથી કરી લાવવા આપેલા મનેયત્ન બેદરકારીથી કરવા માટે, અને એવા ખીજા ઘણા સાધારણ દોષા માટે છે.કરાંને નેતરની સેાટીના માર મારવામાં આવે છે. ‘શિક્ષણ’ અહિં દોષા માટે' પછી અલ્પવિરામ મુકાતું નથી. કેટલાક ‘કરવા માટે’ની પછી પણ એ ચિહ્ન મૂકતા નથી; પણ તે યુક્ત નથી. હાલના શિષ્ટ પ્રચાર પ્રમાણે ત્યાં ને તેવે ખીજે સ્થળે અલ્પવિરામ મૂકવુંજ જોઈએ.