________________
વાક્યપૃથક્કરણ પ્રધાન અને ગૌણ વાક્ય
૪૦૯
જ્યાં સુધી માબાપે પિતાના આચારવિચાર, રહેણીકહેણી, વગેરે ઊંચાં ને અનુકરણીય રાખી બાળકોને માર્ગ દેરવશે નહિ, જ્યાં સુધી પોતાનું જીવન ઉચ્ચ, પવિત્ર, અને નિયમિત બનાવી બાળકના મોં આગળ ઉત્તમ દષ્ટાન્ત ખડે કરશે નહિ, તેમને શાસન ને શિક્ષણ આપવાને ધર્મ પિતે બજાવશે નહિ, તેમજ તે બાળકે કેની સંગતિ રાખે છે ને શાળામાં શું શીખે છે એ બધી બાબત પર તેઓ લક્ષ રાખશે નહિ, ત્યાંસુધી તેમનાં અવિનીત અને અશિષ્ટ વર્તનમાં કદી સુધારે થશે નહિ.
શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વ