________________
૩૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લીધે જોડાય છે અને એ અન્વય, આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિથી આવે છે. આ પ્રમાણે આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિના બળથી એક બીજા સાથે જોડાયેલો પદોને જે અર્થ તેજ વાક્યર્થ. એ વિશિષ્ટ અર્થ છે, તેમજ અપદાર્થ છે કેમકે પદનો અર્થ તે સામાન્ય છે. વાક્યર્થને તાત્પર્યાર્થ પણ કહે છે. આ મત પ્રમાણે પદની શક્તિ માત્ર પદાર્થ ઉપજાવવામાં છે, અયાંશમાં નથી. અન્વયાંશ આકાંક્ષા, ગ્યતા, અને સંનિધિના બળથી પ્રાપ્ત થાય છે. અભિહિત થયેલાં એટલે સાધારણ રીતે પદશક્તિથી પ્રતિપાદિત થયેલાં પદોને અન્વય, આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિના બળથી થાય છે એમ એ વિદ્વાનું કહેવું છે, માટે તેઓ અભિહિતાશ્વયવાદી કહેવાય છે. દાખલા તરીકે, આ મત પ્રમાણે “ગાયને લાવ એ વાક્યમાં “ગાયનો અર્થ ગજાતિ અને આક્ષેપથી ગોવ્યક્તિ, ને અર્થ કર્મ, અને “
લાને અર્થે લાવવાની કૃતિ એ થાય છે. અને અર્થ સામાન્ય છે. ગાય છે કર્મ જેનું એવી આનયન કૃતિ-આ પદેને પરસ્પર અન્વિત અર્થ પદેની પરસ્પર આકાંક્ષા, યેગ્યતા, અને સંનિધિના બળથી થાય છે.
પ્રભાકરમત-પ્રાભાકરે એટલે પ્રભાકર કે ગુના અનુયાયીઓને મત આથી જુદે છે. એ મત પ્રમાણે પદોને અર્થ સામાન્ય નથી, પણ વિશિષ્ટ છે અર્થાત્, પરસ્પર અન્વિત-જોડાયેલો છે. પદશક્તિથી જ અવયને બંધ થાય છે; તેને માટે આકાંક્ષા, યોગ્યતા, કે સંનિધિની જરૂર નથી. આ મતને અનુસારે પદે સામાન્ય અર્થના વાચક નથી પણ અન્વિત અર્થનું અભિધાન કરે છે અને પદોને એ જે અન્વિત અર્થ તેજ વાક્યર્થ છે. આ વિદ્વાને આ કારણથી અવિતાભિધાનવાદી કહેવાય છે.
નિષ્કર્ષ-આ મતને નિષ્કર્ષ નીચે પ્રમાણે છે:–“ગાય લાવ” એમ ઉત્તમ વૃદ્ધ પુરુષના પ્રયોગથી સાસ્ના (ગાયને ગળે લટકતી ચામડી, ધાબળી) આદિવાળી
વ્યક્તિને મધ્યમ વૃદ્ધ આણે છે, તે બાળક જુએ છે. મધ્યમ વૃદ્ધ પુરુષની ચેષ્ટાથી વાક્યને આવો અર્થ છે એમ બાળક નિશ્ચય કરે છે. પછી “ગાયને લઈ જા, અશ્વને લાવ' એમ ઉત્તમ વૃદ્ધ પ્રયોગ કરે છે એટલે મધ્યમ વૃદ્ધ ગાયને દૂર કરે છે અને અશ્વને આણે છે. બાળક આ પણ જુએ છે. આ ઉપરથી અન્વય અને વ્યતિરેકથી ક્રિયાપદના અર્થ સાથે અન્વિત થયેલ કારક પદને અર્થ છે અને કારક પદના અર્થની સાથે અન્વિત થયેલો ક્રિયાપદને અર્થ છે એમ બાળક શક્તિનું અવધારણ કરે છે. આ પ્રમાણે પદો અવિત અર્થન અભિધાન કરે છે એમ બાળકને પ્રગથી સમય છે. પદો સામાન્ય અર્થનું અભિધાન કરતાં નથી, પણુ કારક ક્રિયા સાથે અન્વિત થયેલા અર્થનું અને ક્રિયા કારક સાથે અન્વિત થયેલા અર્થનું, એમ અન્વિતાર્થનુંજ પદો અભિધાન કરે છે, એ એ મતને નિષ્કર્ષ છે.