________________
વાક્યર્થ અને વાયપૃથક્કરણ ૩૭ : શિક્ષા કરવામાં તમને લેશ પણ આનન્દ થતું નથી, પણ બહું દિલગીરી થાય છે, એમ બતાવવાથી બહુ સારી અસર થશે. (શિક્ષા શાસ્ત્ર)
૩. સાપેક્ષ પદ સંબંધી પદની પૂર્વે આવે છે. - જે ઘણે ઉઘોગી છે તેને હરકેઈ કામ કરવા માટે અવકાશ મળે છે. (શિક્ષ૦ શા)
જે દુર્ગ વશ કરે મુશ્કેલ છે, તેવું એ કામ કરવું મુશ્કેલ છે. (શિક્ષ૦)
સામાન્ય સૂચના--જે પદેને સાથે મૂકવાથી વિવક્ષિત અર્થ બરાબર નીકળે તેને સાથે મૂકવાં અને જે પદને પરસ્પર અન્વય હેય તેને બહુ દૂર રાખી વચ્ચે ઘણું પદે મૂકવાં નહિ. આવા રાન્વયના દેષથી મુક્ત રહેવા બનતી કાળજી રાખવી.
પ્રકરણ ૩૩મું
વાકયાર્થ અને વાક્યપૃથક્કરણ વાક્યર્થનું સ્વરૂપ: ભિન્ન મતે પદમાંથી જે અર્થે નીકળે છે તે અર્થોના પરસ્પર સંસર્ગથી વાક્યર્થ બને છે એ જાણીતું છે, પરંતુ પદેના અર્થમાંથી વાક્યને અર્થ શી રીતે થાય છે એ વિષે મીમાંસક અને નૈયાયિકના મતમાં ભેદ છે. મીમાંસકેએ વાક્યર્થ વિષે ઘણું બારીક સંશોધન કર્યું છે અને તેમના વિચાર બહુધા માન્ય થયા છે અને માન્ય થયા નથી ત્યાં પણ મનનીય તે છેજ. વૈયાકરણે પદજ્ઞ અને મીમાંસકે વાક્યજ્ઞ કહેવાય છે.
મીમાંસકમતનયાચિક અને ભટ્ટ મીમાંસકોના મત પ્રમાણે દરેક પદને અર્થ સામાન્ય છે. વાકયમાં પદો એક બીજા સાથે જોડાય છે તે અન્વયને
* કુમારિલ ભટ્ટ અને તાત ભટ્ટના અનુયાયીઓ.