________________
પવિન્યાસ
૩૯૫ પ્રકરણ ૩૨મું
પદવિન્યાસ લક્ષણ-કયા ક્રમમાં પદે ગોઠવવાથી વાક્ય બને છે એ વિપયનું જેમાં વિવેચન કર્યું હોય છે તે વ્યાકરણના ભાગને પવિન્યાસ કહે છે. વિન્યાસ એટલે ગોઠવણ. પદેની ગેઠવણ કેવી રીતે થાય છે તે એ ભાગમાં દર્શાવાય છે.
પ્રત્યયાત્મક ભાષા અને પવિન્યાસ-સંસ્કૃત જેવી પ્રત્યયાત્મક ભાષાઓમાં પદેની રચના વિષે કંઈ નિયમ હતા નથી. પદેને અન્વયે પ્રત્યથી જણાય છે, એટલે વાક્યના ગમે તે ભાગમાં પદે મૂકવાથી અર્થમાં ફેર પડતો નથી. પરંતુ અંગ્રેજી જેવી પ્રત્યયરહિત ભાષાઓ, જેમાંથી શબ્દના પ્રત્યય બહુધા લુપ્ત થયા છે, તેમાં પદેના ક્રમિક વિન્યાસ પરજ અર્થને આધાર છે. દાખલા તરીકે, અંગ્રેજી ભાષામાં એકજ પદ ક્રિયાપદની પૂર્વે આવે તે કર્તા અને પછી આવે તે કર્મ થાય છે. આવી ભાષાઓમાં પદવિન્યાસ એ વ્યાકરણને ઘણે અગત્યને ભાગ થઈ પડે છે. | ગુજરાતી ભાષા અને નિયમ-ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા જેટલી પ્રત્યયાત્મક નથી તેમજ અંગ્રેજી ભાષા જેટલી પ્રત્યયરહિત પણ નથી. એમાં પદેની રચના વિષે બહુ સરળ નિયમે છે.
૧. પ્રથમ કર્તા, પછી ક્રિયાપદ સકર્મક હોય તે તેનું કર્મ, અને છેવટે ક્રિયાપદ–આ કામમાં પદે ગોઠવાઈ વાક્ય બને છે.
હું પુસ્તક વાંચું છું.
છોકરે કાગળ લખે છે.
૨. નામનાં વિશેષણ નામની પૂર્વે અને ક્રિયાપદનાં વિશેષણ ક્રિયાપદની પૂર્વ આવે છે. એ વિશેષણ છૂટક શબ્દ હોય કે શબ્દસમૂહ હાય, સંબંધ રાખનારા શબ્દને પણ અત્ર વિશેષણ જેવાજ ગણવા.