________________
૩૯૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કે “અતિશય એવા અર્થે આવે છે. દ્વિરુક્તિ પણ જુદી જુદી રીતે થાય છે. આ સંબંધી વર્ગીકરણ કરી થોડાક દાખલા નીચે આપ્યા છે.
નામ–૧. દ્વિરુક્તિના બંને શબ્દ સરખા હોય છે અને તે સમુદાયમાંથી “પ્રત્યેકને કે “પૂર્ણપણાને અર્થ નીકળે છે.
દાખલા – માણસ માણસમાં ફેર છે (પ્રત્યેક માણસ જુદે છે). આખા ગામમાં તેની ફજેતી ફજેતી થઈ રહી.
(પૂરેપૂરી ફજેતી) ક્ષણે ક્ષણે, પળે પળે આયુષ્ય વહ્યું જાય છે. (પ્રત્યેક
ક્ષણે, પ્રત્યેક પળે) હું શેરીએ શેરીએ ફરી વળે; પણ તે માણસ મારે હાથ
લાગે નહિ. (પ્રત્યેક શેરીએ) મરાઠીમાં પણ આવાં રૂપ થાય છે – 'माणूस माणूस प्रकृतीने भिन्न असते ।' 'पळ-पळ, क्षण-क्षण आयुष्य जात आहे'
૨. દ્વિરુક્તિના બે શબ્દમાં પ્રથમ શબ્દને વિભક્તિ લાગેલી હોય છે, કે તેને અન્ય સ્વર દીર્ઘ થયેલ હોય છે, કે તેમાં ફેરફાર થયેલ હોય છે, અને બીજે મૂળ સ્વરૂપમાં હોય છે.
દાખલા – નામ
મેં ગામેગામ તપાસ્યું. (ગામેગામ” પણ કહેવાય છે.) મનેમન સાક્ષી છે. આ કામ હાથે હાથ કરવાનું છે. વખતેવખત મને મળતા રહેજે. હું નગરનગર જોઈ વળે.