________________
૩૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પાલી ભાષા બોલાતી હોય છે ત્યારે તેમાં અનેક જાતના વિકાર થયાં કરે છે. બધા માણસેની ઉચ્ચાર કરવાની શક્તિ સરખી નથી. ઉતાવળથી બોલવાની ટેવને લીધે તેમજ ઉચ્ચારની અને રૂપોની શુદ્ધિ જાળવવા માટે પૂરતી સંભાળ ન હોવાને લીધે ભાષામાં વિકાર થાય છે અને એક પ્રજા બીજના સમાગમમાં આવવાથી એ વિકારમાં વૃદ્ધિ થાય છે. ઉચ્ચાર અશુદ્ધ થવાનાં આવાં કારણોને લીધે તેમજ આર્ય પ્રજા અનાર્ય પ્રજાના સંબંધમાં આવી તેથી સંસ્કૃત ભાષામાં વિકાર થઈ તેનું અશુદ્ધ રૂપ થયું. આરંભમાં આ વિકાર જે અનાર્ય પ્રજા આર્ય પ્રજાના સંબંધમાં આવીને એ ભાષા બેલવા માંડી તેનામાં લેવામાં આવ્યું હશે અને પછી આર્ય પ્રજાના અધમ, અસંસ્કારી વર્ગોમાં દાખલ થયો હશે. પ્રથમનું આ અશુદ્ધ રૂ૫ તે પાલી ભાષા. આર્યાવર્તના પવિત્ર સંસ્કારી બ્રાહ્મણોની દેશી ભાષા સંસ્કૃત હતી. જેઓ શિષ્ટ અને સંસ્કારી હતા તથા શુદ્ધ ઉચ્ચાર કરી શકતા તેઓ સંસ્કૃત ભાષા બોલતા. સાધારણુ લેકે ઉચ્ચારની ખામીથી અને અનાર્ય પ્રજાના સંસર્ગથી શુદ્ધ ઉચ્ચાર કરી શકતા નહતા, તેમની બેલેલી ભાષા તે પાલી ભાષા. એમાં શુદ્ધ અને અશુદ્ધ બન્ને પ્રકારના શબ્દો હતા. પાલી એ બેહોની પવિત્ર ભાષા છે અને એ સિલોન, સિઆમ, ને બ્રહ્મદેશમાં બોલાતી હતી. બાદ્ધોનું સાહિત્ય એ ભાષામાં છે અને અશોકના શિલાલેખ પણ એને મળતી જ ભાષામાં છે.
ભાષાવિકારના નિયમ-ભાષામાં અશુદ્ધિના વિકાર થાય છે તે પણ અમુક નિયમોને અનુસરીને જ થાય છે. તે નિયમો અગાઉ દર્શાવ્યા છે. તેમાંના મુખ્ય નીચે પ્રમાણે છે:
(૧) જોડાક્ષરમાં બેમાં જે નબળો હોય તે લોપાય છે અને તેને સ્થાને જે અવશિષ્ટ રહે છે તેને મળતે થાય છે.
જુદાં જુદાં સ્થાનનાં વ્યજનોના બનેલા જોડાક્ષરનો ઉચ્ચાર કરવામાં આપણે એક ઉચ્ચારસ્થાનમાંથી તરતજ બીજા ઉચ્ચારસ્થાનમાં જવું પડે છે. અનાર્ય પ્રજાને સંસ્કૃત ભાષા ઉચ્ચારવાની ટેવ નહોતી, તેને આ કઠણ લાગે એ સ્વાભાવિક છે. ઉચ્ચારને માર્ગ