________________
હિંદ-આર્ય પ્રાકૃત ભાષાઓ
૩૪૧ છે. “આંખ્ય, “મૂક્ય’ એવાંચકારવાળાં રૂપ અમદાવાદમાં પણ વપરાય છે. કાઠિયાવાડમાં કેને કેનાથી,” “ખબર આવ્યા નથી, ઊભવું,” આવેલ “જાણેલ” જેવાં રૂપને પ્રયોગ જોવામાં આવે છે. આમ સહેજસાજ ફેર દેખાય છે, તે પણ રાજસ્થાનમાં છે તેવી ખુલ્લી પ્રાન્તિક બેલીઓ નથી. રાજસ્થાનીમાં મેવાટી, માળવી, મારવાડી, ને જેપુરી જેવી પ્રાન્તિક બેલીઓ છે. એમાંની મારવાડી ને જેપુરી સાથે, તેમાં પણ વિશેષે મારવાડી સાથે, ગુજરાતીને ઘણે નિકટને સંબંધ છે.
સૌરાષ્ટ્રી–ઉત્તર ગુજરાતની જૂની પ્રાકૃત ભાષા સૌરાષ્ટ્રી હતી. મધ્ય દેશના લેકે ગુજરાતમાં ને રજપુતાનામાં ફરી વળ્યા તેમની પ્રાકૃત ભાષા શૌરસેની હતી. ગુજરાતી ભાષા એ સૌરાષ્ટ્રની અને શૌરસેનીના અપભ્રંશરૂપની બનેલી છે ને તેમાં શૌરસેનીના અપભ્રંશનું પ્રાધાન્ય છે.
લિપિ ગુજરાતી ને રાજસ્થાની બંને સંસ્કૃત લિપિને મળતી લિપિમાં લખાય છે. સંસ્કૃત લિપિ તે નાગરી લિપિ છે. રજપુતાનામાં એ લિપિના પ્રકારને મહાજની લિપિ કહે છે. ગુજરાતી લિપિ ઉત્તર હિંદુસ્તાનની મૈથિ લિપિને ઘણી મળતી છે. નાગરી લિપિને ઉપયોગ ગુજરાત કરતાં રજપુતાનામાં વિશેષ છે.
દેશી ભાષાઓને મુકાબલો-પ્રાકૃત શબ્દોમાંના વચલા સંયુક્ત વ્યંજનમાંથી એક લપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થવાનો નિયમ ગુજરાતીમાં સાર્વત્રિક છે; હિંદીમાં ઘણે ભાગે પ્રવર્તે છે, સાર્વત્રિક નથી. પરંતુ પંજાબીમાં પ્રાકૃતની પેઠે જોડાક્ષર કાયમ રહે છે.
સં. પ્રક્ષણ[; ૩૦-મકag; હિંદી-મખણ ગુજ-માખણ ૬. દુત: –ધુ; પૂર્વ કે પશ્ચિમ હિંદી-હાથ; ગુજ૦-હાથ પંજા-હત્ય સં. વર્ષ; અ મુ; હિંદી ને ગુજ-કામ; પંજા-કશ્મ સં. સત્યમ; માત્ર સરવુ; હિંદી-સૉચ ગુજ. સાચું; પંજા સચ્ચ